ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તો આ સંસદ ભવન પણ વકફ સંપત્તિ ગણાઈ જાતઃ સુધારા ખરડો દાખલ કરતાં સરકારનું આક્રમક વલણ

નવી દિલ્હી, 2 એપ્રિલ : લોકસભામાં આજે બુધવારે વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું હતું. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેનો જવાબ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેબિનેટે બિલ પર બનેલી જેપીસી કમિટીના સૂચનને સ્વીકાર્યું છે. આવી સ્થિતિમાં પોઈન્ટ ઓફ ઓર્ડરનો કોઈ અર્થ નથી. જો તે કેબિનેટની મંજૂરી વિના આવી હોત તો પોઈન્ટ ઓફ ઓર્ડર થઈ શક્યો હોત. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ કોંગ્રેસ યુગ જેવી કમિટી નથી. અમારી સમિતિઓ મગજ ચલાવે છે.

કિરેન રિજિજુનું કોંગ્રેસ પર નિશાન

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ બિલમાં અગાઉ પણ સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, વક્ફ બોર્ડના નિયમો 2013માં બદલવામાં આવ્યા હતા, એક કાયદો બીજાથી ઉપર ન હોઈ શકે.

યુપીએ સરકારે દિલ્હીની 123 મિલકતો વકફને આપી હતી. જો બિલ ન લાવવામાં આવ્યું હોત તો સંસદ ભવન પણ વકફ બની ગયું હોત. જો મોદી સરકાર ન આવી હોત તો મને નથી ખબર કે તેઓએ કેટલી મિલકતો આપી દીધી હોત. જો અમે સુધારો કર્યો છે તો તેને ગેરબંધારણીય કહેવામાં આવી રહ્યું છે. અગાઉ ક્યારેય વકફ બિલને ગેરબંધારણીય કહેવાયું નથી.

એક દિવસ હૃદય પરિવર્તન થશેઃ રિજિજુ

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે હું માત્ર આશાવાદી નથી, પરંતુ મને ખાતરી છે કે આ બિલનો વિરોધ કરનારાઓના દિલમાં બદલાવ આવશે. દરેક વ્યક્તિ સકારાત્મક વલણ સાથે આ બિલને સમર્થન આપશે.

આ પણ વાંચો :- ટેકાના ભાવે તુવેર વેચવા ઈચ્છતા ખેડૂતો માટે મહત્વના સમાચાર

Back to top button