સાપનું ‘હનીમૂન સ્પોટ’: દર વર્ષે મેટિંગ માટે અહીં પહોંચે છે 75 હજાર સાપ અને…

કેનેડા, 10 એપ્રિલ, 2025: જો તમને ક્યાંક સાપ દેખાય, તો તમે બીજી નજર નાખ્યા વિના ત્યાંથી ભાગી જશો. પણ કલ્પના કરો કે જો તમને એક જગ્યાએ હજારો સાપ દેખાય, તો તમે શું કરશો? ચોક્કસ તમે પણ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરશો. પણ અહીં તમે ખોટા છો. ખરેખર, દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં હજારો લોકો સાપના મિલનને જોવા જાય છે. આ સ્થળ ખાસ કરીને વૈજ્ઞાનિકો માટે ખૂબ જ રસપ્રદ રહે છે.
Cool red-sided garter snake video from the Narcisse Snake Dens in Manitoba. Watch for when the female comes along! pic.twitter.com/DZKO3pBiwB
— Ken Jeffries (@kenmjeffries) May 8, 2017
દર વર્ષે વસંતઋતુમાં 75,000થી વધુ પૂર્વીય ગાર્ટર સાપ અહીં આવે છે અને પોતાના માટે જીવનસાથી શોધે છે. કેનેડિયન શહેર મેનિટોબામાં સાપની સૌથી મોટી ગુફા આવેલી છે જ્યાં દર વર્ષે 75,000 ગાર્ટર સાપ આવે છે અને પાર્ટનર સાથે સંભોગરત બને છે. આ ગુફામાં ચૂનાના પથ્થરના સિંકહોલ્સ છે જે ભારે ઠંડીથી આશ્રય આપે છે અને આ વિસ્તારમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, આ સિંકહોલ્સ સાપને ગરમ વાતાવરણ પુરુ પાડે છે, લગભગ એક લિવિંગ રૂમ જેટલું કદ હોવા છતાં, આ સિંકહોલ્સ હજારો સાપ માટે કામચલાઉ ઘરો બની જાય છે, જે એક અદ્ભુત કુદરતી દૃશ્ય બનાવે છે.
સાપના હનીમૂન સ્પોટ તરીકે જાણીતા આ શહેરમાં દર વર્ષે સાપની જોડી ફરતી જોવા મળે છે. જ્યાં દર વસંતમાં આ ચમત્કાર થાય છે. આ સમયગાળા દરમિયાન 75,000થી વધુ સાપ અહીં પ્રવાસ માટે આવે છે. ક્યારેક આ સંખ્યા 1,50,000 સુધી પહોંચી જાય છે. અહીં પ્રવાસ કરતા સાપ લાલ ધારવાળા પૂર્વીય ગાર્ટર સાપ છે. જીવવિજ્ઞાનીઓ દર વર્ષે માર્ચથી જૂન દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભેગા થતા સાપને જોવા માટે આવે છે. આ સાપ શિયાળામાં તેમના છુપાયેલા સ્થાનોમાંથી બહાર આવે છે. તેઓ હૂંફ અને સાથીઓની શોધમાં નાર્સિસ તરફ સ્થળાંતર કરે છે.
કેનેડામાં શિયાળો પૂરો થયા પછી સાપનો પ્રવાસ શરૂ થાય છે. શિયાળા દરમિયાન સાપ ચૂનાના પથ્થરોની તિરાડોમાં બનેલી ગુફાઓમાં ભૂગર્ભમાં રહે છે. વસંત ઋતુ આવે ત્યારે નર સાપ સૌથી પહેલા જાગે છે અને સાથીની શોધમાં બહાર નીકળે છે. જે સર્પ તેમને લાયક માને છે, તે તેમની સાથે સંબંધ સ્થાપિત કરે છે.
આ પણ વાંચો..આતંકી તહવ્વુર રાણાને ભારત લવાયો, હવે થશે હિસાબઃ જાણો આ સફળતા પાછળના મુખ્ય પાત્રો વિશે












