પીઓકેમાં પાકિસ્તાની સેનાના અત્યાચારો સામે લંડનમાં સૂત્રોચ્ચાર

kashmiri community protests: લંડન સહિત વિશ્વના અનેક મુખ્ય શહેરોમાં પાકિસ્તાની રાજદ્વારી મિશનો (Diplomatic Missions) બહાર કાશ્મીરી લોકો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને PoK (પાકિસ્તાન કબજે કાશ્મીર)ની સ્થિતિ પર ધ્યાન આપવા અને ત્યાં કથિત માનવ અધિકાર ઉલ્લંઘનોની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે.
તાજેતરમાં PoKમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) પર પ્રતિબંધ મુકાતા અને તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી થતા તણાવ વધ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં બ્રિટનમાં વસતા કાશ્મીરી મૂળના લોકોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ PoKના લોકોના અધિકારો અને ત્યાંની રાજકીય આગેવાનીની માંગનું સમર્થન કરે છે. તેમનો આરોપ છે કે વિસ્તારમાં અસંતોષને સંવાદ દ્વારા ઉકેલવાને બદલે સુરક્ષા દળોના દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે. પ્રદર્શન દરમિયાન લોકોએ બેનર અને પોસ્ટરો સાથે પાકિસ્તાન સરકારની નીતિઓનો વિરોધ કર્યો અને વૈશ્વિક સંસ્થાઓને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
JAAC વિરોધનું મુખ્ય કારણ
PoKમાં તાજા આંદોલનનું મુખ્ય કારણ 45 સભ્યોની વિધાનસભામાં 12 આરક્ષિત સીટોનો મુદ્દો છે. આ સીટો તે શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેઓ કાશ્મીર સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે પરંતુ હાલ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં રહે છે.
JAAC અને અન્ય સ્થાનિક સંગઠનોનો આરોપ છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટશે અને બહારના લોકોનો પ્રભાવ વધશે. તેમનું કહેવું છે કે વિસ્તારના ભવિષ્યને લગતા નિર્ણયોમાં માત્ર ત્યાં રહેતા લોકોનો જ અધિકાર હોવો જોઈએ.
આ ઉપરાંત JAACએ મોંઘવારી, વીજળી સંકટ, બેરોજગારી, ખરાબ વહીવટ અને પ્રાદેશિક અવગણના જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં સંગઠને આટા અને વીજળીના ભાવ વધારા સામે અનેક મોટા પ્રદર્શનો કર્યા હતા.
આ પણ વાંચો : 20 રાજ્યોમાં હવામાન પલટાશે, આ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસશે












