લાઈફસ્ટાઈલ

ઉનાળાની આકરી ગરમીમાં પણ ત્વચા ચમકતી રહેશે: રસોડામાં રહેલી આ 6 કુદરતી વસ્તુઓ છે અકસીર ઈલાજ

Summer Skin Care: સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ તીવ્ર ગરમી માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ આપણી ત્વચા પર પણ ખૂબ જ માઠી અસર કરે છે. ઉનાળામાં સૂર્યના આકરા કિરણોને કારણે ટેનિંગ, ખીલ, ફોલ્લીઓ અને ચહેરો નિસ્તેજ થવો સામાન્ય બાબત છે. બહાર નીકળતી વખતે ચહેરાને ગમે તેટલો ઢાંકવામાં આવે, છતાં ગરમ પવન ત્વચાની કુદરતી ચમક છીનવી લે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે ઘરમાં જ રહેલી કુદરતી અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને ગરમીમાં પણ ચહેરા પર અદ્ભુત નિખાર લાવી શકો છો.

કઢી પત્તા અને લીમડો: ત્વચાના ચેપ અને ખીલ સામે રક્ષણ

મોટાભાગના ઘરોમાં રસોઈનો સ્વાદ વધારવા માટે કઢી પત્તાનો ઉપયોગ થાય છે, પરંતુ તે સ્વાસ્થ્ય અને સૌંદર્યનો ખજાનો છે. દરરોજ સવારે ખાલી પેટે થોડા કઢી પત્તા ચાવવાથી વાળ અને ત્વચા અંદરથી સ્વસ્થ બને છે. જો ગરમીના કારણે ચહેરા પર ડાઘ-ધબ્બા કે ખીલ થતા હોય, તો કઢી પત્તાને પીસીને બનાવેલી પેસ્ટ રૂની મદદથી ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. આ જ રીતે, એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવતો લીમડો પણ ઉનાળાની ત્વચાની એલર્જી અને ફોલ્લીઓ માટે રામબાણ ઈલાજ છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી અથવા તેના પાનની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચાના ચેપમાં રાહત મળે છે. દરરોજ 2-3 તાજા લીમડાના પાન ચાવવાથી લોહી શુદ્ધ થાય છે અને કુદરતી ચમક આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કાકડી અને એલોવેરા: ત્વચાને હાઇડ્રેટ રાખશે

ઉનાળાનું ઉત્તમ મોસમી ફળ કાકડી ત્વચા માટે વરદાન સમાન છે. આહારમાં કાકડીનો સમાવેશ કરવાથી શરીર ડિટોક્સિફાય થાય છે અને ત્વચા મોઇશ્ચરાઇઝ રહે છે. ચહેરા પર કાકડીનો રસ લગાવવાથી ફોલ્લીઓ મટે છે, તેમજ છીણેલી કાકડી આંખો પર રાખવાથી ગરમીનો થાક દૂર થાય છે અને ડાર્ક સર્કલ ઓછા થાય છે. બીજી તરફ, એલોવેરા ત્વચાને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરીને તેને નરમ બનાવે છે. તે સનબર્ન અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદરૂપ છે. શ્રેષ્ઠ પરિણામો માટે દરરોજ એલોવેરા જેલમાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય છે.

એવોકાડો અને ગ્રીન ટી: એન્ટીઑકિસડન્ટ્સનો પાવરહાઉસ

એવોકાડો વિટામિન E નો ઉત્તમ સ્ત્રોત છે, જે ત્વચાને કડક (ટાઈટ) રાખે છે. તેને ખાવાની સાથે ચહેરા પર મેશ કરીને લગાવવાથી કુદરતી ગ્લો મળે છે. આ ઉપરાંત, એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે. ગ્રીન ટીને પાણીમાં ઉકાળી, ઠંડુ કરીને હોમમેડ ટોનર તરીકે વાપરવાથી ત્વચા ફ્રેશ અને તેજસ્વી બને છે.

આ પણ વાંચો: Hair Care Tips: એલોવેરાનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો કુદરતી હર્બલ શેમ્પૂ

Back to top button