ટોપ ન્યૂઝ

સીટીંગ એસસી જજ એમ.આર.શાહને હિમાચલમાં હાર્ટ એટેક આવતા, દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ એમઆર શાહને હિમાચલ પ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યો. મળતી માહિતી પ્રમાણે તેમને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવી રહ્યા છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

સુપ્રીમ કોર્ટ આ સંદર્ભે ગૃહ મંત્રાલયના સંપર્કમાં છે, જ્યારે ન્યાયાધીશ શાહના અંગત સચિવે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે તેમને હૃદયની અસ્વસ્થતા હતી અને વધુ સારવાર માટે તેમને દિલ્હીમાં એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ ટ્વીટ કર્યું: ‘માનનીય જસ્ટિસ એમઆર શાહ સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા હિમાચલ પ્રદેશમાં હતા. ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની જલ્દી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના.”

64 વર્ષીય શાહે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી છે, અને પછી SC ન્યાયાધીશ તરીકેનો ચાર્જ લેતા પહેલા પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.

Back to top button