નેશનલ

છત્તીસગઢમાં ‘શ્રદ્ધા’ જેવી હત્યા, પાણીની ટાંકીમાંથી મળી લાશ, બે મહિના બાદ થયો ખુલાસો

છત્તીસગઢના બિલાસપુરમાં શ્રદ્ધાહત્યાકાંડ જેવી જ ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી તેના મૃતદેહના 6 ટુકડા કરી દીધા હોવીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં પોલીસનું કહેવું છે કે આ લાશ એકથી બે મહિના પહેલા પાણીની ટાંકીમાં ફેંકી દેવાઈ હોવી જોઈએ.

પતિએ પત્નીની હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં ફેકી

બિલાસપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક પતિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી અને પછી તેના શરીરના ટુકડા કરી તેના જ ઘરની પાણીની ટાંકીમાં ફેંકી દીધા. હવે પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કરતા આરોપીને કસ્ટડીમાં લીધો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ ઘટના બિલાસપુરના ઉસલાપુરની છે. પોલીસે પીડિતાનો મૃતદેહ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસનું કહેવું છે કે લાશ એકથી બે મહિના પહેલા પાણીની ટાંકીમાં ફેંકી દેવાઈ હોવી જોઈએ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિલાશપુરમાં હત્યા-humdekhengenews

આડાસબંધની શંકાએ હત્યા

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પવન ઠાકુરને શંકા હતી કે તેની પત્ની સતી સાહુ તેની સાથેબેવફાઈ કરી રહી છે. આ પછી તેણે પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. આરોપીએ તેની પત્નીની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા અને પછી ઘરમાં પાણીની ટાંકીમાં ફેંકી દીધા.

આ પણ વાંચો : મેગાસ્ટાર અમિતાભ બચ્ચન થયા ઘાયલ, એક્શન સીનના શૂટિંગ દરમિયાન બની ઘટના

Back to top button