ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા: એક આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર, 13 મે 2025: પહલગામ હુમલા બાદ સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી કેમ્પો પર હુમલો કરી તેને ખતમ કરી નાખ્યા હતા. ઓપરેશન સિંદૂર અંતર્ગત સરહદ પારના આતંકી ઠેકાણા પર એક્શન બાદ સુરક્ષાદળોએ હવે સરહદની અંદર એટલે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સૈન્ય અભિયાન તેજ કરી દીધું છે. શોપિયાં સહિત અલગ અલગ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

મંગળવારની સવારે આવા જ એક અભિયાન દરમ્યાન સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. શોપિયાંના જમ્પાથરીમાં અથડામણ ચાલુ છે. ઘટનાસ્થળ પર હાલમાં કમસે કમ બે આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

આ અથડામણ એવા સમયે થઈ છે, જ્યાં પહલગામ હુમલામાં સામેલ આતંકીઓના પોસ્ટર શોપિંયાના કેટલાય વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આતંકીઓની સૂચના આપનારાને 20 લાખ રુપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. સેના પહલગામમાં માસૂમ પર્યટકોની હત્યાના ગુનેગારો ત્રણ પાકિસ્તાની આતંકીઓને શોધી રહી છે.

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલો: સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યા 3 પાકિસ્તાની ગુનેગારોના પોસ્ટર

આ પણ વાંચો: ગજબ કહેવાય! સરપંચની ચૂંટણીમાં સિક્કો ઉછાળીને બે સીટો પર નિર્ણય થયો, બંને સીટ પર મહિલાઓ જીતી

Back to top button