ટ્રેન્ડિંગનેશનલ

નિર્દય માએ મમતાને કરી શર્મસાર: 6 વર્ષના દિવ્યાંગ બાળકને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો

Text To Speech
  • પતિ તેના મોટા પુત્ર દિવ્યાંગ હોવાથી અવારનવાર ઝઘડો કરતો હતો
  • તડપી તડપીને થયું બાળકનું મૃત્યુ

કર્ણાટક, 6 મે 2024, બાળકો વગરના મા-બાપ સંતાન સુખ માટે ધાર્મિક સ્થળોનાં પગથિયા ઘસી નાખતાં હોય છે. ત્યારે કેટલીક નિર્દય મા મમતાને શર્મસાર કરી દે એવી ઘટના પ્રકાશમાં આવી છે. 26 વર્ષીય માતાએ તેના પતિ સાથેના ઝઘડા બાદ પોતાના 6 વર્ષના દિવ્યાંગ બાળકને મગરોથી ભરેલી નદીમાં ફેંકી દીધો હતો.

શું હતો સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા મુજબ, કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના દાંડેલી તાલુકા વિસ્તારમાં એક દંપતી તેમના મોટા પુત્રની સ્થિતિને લઈને ઘણીવાર એકબીજા સાથે ઝગડતા હતા, જે જન્મથી જ બોલવામાં અક્ષમ હતો. પતિ તેમના મોટો પુત્ર દિવ્યાંગ હોવાથી અવારનવાર ઝઘડો કરતો હતો અને તેને પૂછતો હતો કે તેણે આવા બાળકને કેમ જન્મ આપ્યો, અને તે કથિત રીતે “બાળકને ફેંકી દેવા” કહેતો હતો. ત્યારબાદ કંટાળીને માતાએ તેના 6 વર્ષના બાળકને એક કચરાની નહેરમાં ફેંકી દીધું હતું જે સીધી મગરથી ભરેલી કાલી નદી સાથે જોડાયેલી છે. દંપતીને બીજો બે વર્ષનો પુત્ર પણ છે.

તડપી તડપીને થયું બાળકનું મૃત્યુ
આ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ અને સ્થાનિકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અંધારું હોવાથી પોલીસ બાળકને શોધી શકી ન હતી અને રવિવારે સવારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને ગંભીર ઈજાઓ, શરીર પર કરડવાના નિશાન અને હાથ તૂટી ગયેલો મળી આવ્યો હતો, જેથી જાણવા મળે છે કે તે મગરના હુમલાનો શિકાર બન્યો હતો. પોલીસે આ ઘટનામાં પતિ-પત્ની બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો..માતાએ 60 વર્ષની જિંદગીમાં પહેલીવાર લીધો બ્રેક: પુત્રએ હદયસ્પર્શી પળો શેર કરી

Back to top button