ગુજરાત

દાહોદમાં ધોળે દિવસે યુવકની ચપ્પુના ઘા મારી નિર્દયી હત્યા, આરોપી ફરાર

Text To Speech

દાહોદઃ શહેરમાં ચોવીસે કલાક ધમધમતા એવા દેસાઈવાડા ખુંટ ઉપર અને પોલીસ ચોકી નંબર 1ના યુવકની ધોળે દિવસે હત્યા કરી નાંખવામાં આવી છે. ભર બજારમાં એક વ્હોરા સમાજના યુવકને ચપ્પુના ઘા વડે શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટનાસ્થળ પર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરમાં આવેલ દેસાઈવાડા ખુંટ અને પોલીસ ચોકી નંબર 1 ની બાજુમાં એમ.જી.રોડ પર આજરોજ સમી સાંજના 5:30 વાગ્યાના આસપાસ એક વ્હોરા સમાજના યુવકની હત્યા થતાં ઘટનાસ્થળ પર ઉપસ્થિત હાજર સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધ બની ગયાં હતાં. યુવકને કોઈક અજાણ્યા ઈસમ દ્વારા મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવકની લાશ સ્થળ પર લોહીલુહાણ હાલતમાં પડી હતી. ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.

આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના મૃતદહેને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. સમગ્ર મામલે પોલીસે વિસ્તારની આસપાસના સીસીટીવી ફુટેજની પણ ચકાસણી હાથ ધરવાની કવાયતો તેજ કરી છે. પ્રાથમિક તબક્કે મરનાર યુવક યુનુસભાઈ કતવારાવાલા હોવાનુ જાણવા મળ્યું છે. પરંતુ આરોપી પોલીસ પકડની બહાર છે.

Back to top button