અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શાહે વખાણ કર્યા પણ ઈચ્છા અધુરી રહી ગઈ, મંત્રી પદ ના મળતા જયેશ રાદડિયા નારાજ?

અમદાવાદ 18 ઓક્ટોબર 2025: જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા નવા મંત્રીમંડળમાં આવશે અને મહત્ત્વનું સ્થાન મેળવશે તેવી સંભાવના વ્યક્ત થઈ હતી. થોડાં દિવસ પહેલાં જ તેમના પિતાના સ્મરણમાં રાજકોટ જિલ્લા બેંકમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમના ખૂબ વખાણ કર્યા હોવાથી તેમનું મંત્રીપદ પાક્કું મનાતું હતું. જે કે ઈફ્તોની ચૂંટણી વખતે તેમણે ભાજપનો મેન્ડેટ અવગણી શાહના જ ખૂબ નજીકના નેતા બિપીન પટેલને હરાવ્યા હતા. શાહને આ કિસ્સામાં દરમિયાનગીરી પણ કરવી પડી હતી.

આ તરફ વિસાવદર બેઠક ખાલી પડતાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની જવાબદારી તેમને મળી હતી, પરંતુ તેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હાર્યા અને સામે આપના ગોપાલ ઇટાલિયા જીત્યા અને તેનાથી ભાજપની મુશ્કેલીમાં વધારો થયો. આ કારણોસર રાદડિયાને હાલ મંત્રી બનાવાયા નથી. જો કે તેમની તક સાવ જતી રહી તેવું માની ન શકાય.

રાદડિયાનું પત્તુ કાપીને ભાજપે તમામ નેતાઓને મેસેજ આપ્યો કે, ભલે તમે તેટલા કદાવર નેતા હોવ, પરંતું પાર્ટીની લાઈનદોરીથી બહાર જશો તો ફેંકાઈ જશો. આ જ કારણ છે કે, રાદડિયાને દાદાની કેબિનેટમાં બીજીવાર પણ સ્થાન આપવામાં આવ્યું નથી. પાર્ટીની અવગણના કરવાથી તમે ગમે ત્યારે વેંતરાઈ જશો, રાદડિયાનું તેનું ઉદાહરણ છે.

જયેશ રાદડિયાએ શું કહ્યું? 

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જયેશ રાદડિયાએ નવા બનેલા મંત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા મંત્રી મંડળ ન મળવાનું કારણ પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યું કે મે તો બહુ નાની ઉંમરમાં કામ કરેલુ છે જ્યારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે હુ પાર્ટીમાં કામ કરતો અને સતત દસ વર્ષ કામ કરેલુ છે એટલે કોઈ વારો ના આવ્યો અને તેવુ નથી પાર્ટી બધાને જે કામ સોંપે તે કરવુ પડે. એટલે જ્યારે 10 વર્ષ પહેલા સરકારે મને મંત્રી બનાવ્યો ત્યારે પાર્ટી સારી અને હવે જવાબદારી નથી આપી એટલે પાર્ટી ખરાબ અને હું રાજીનામું આપુ તેવુ ના હોય હું કોઈ નારાજ નથી પાર્ટી મને જે કામગીરી સોંપશે તે શિરોમાન્ય રાખીશ આમ રાદડિયાએ ખુબજ સરળ ભાષામાં અને હળવા અંદાજમાં જવાબો આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ધનતેરસ પર કરો આ 10 ઉપાય, આર્થિક સ્થિતિમાં થશે સુધારો, મા લક્ષ્મી કરશે કૃપા

Back to top button