વૈશ્વિક પ્રવાહોને અનુસરતા સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ખુલ્યા

મુંબઇ, 7 જુલાઇ, 2025: વૈશ્વિક બજારોના નબળા સંકેતોને પગલે આજે ભારતીય ઇક્વિટી બજારની ફ્લેટ શરૂઆત થઇ છે. જેમાં બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 83,432.89 સામે 34 પોઇન્ટ ઘટીને 83,398.08 પર અને નિફ્ટી 50 પણ પાછલા બંધ 25,461 પોઇન્ટ સામે 11 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં 24 પોઇન્ટ નીચે ચાલી રહી છે.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ હાલમાં (સવારે 9.55 કલાકે) 21 પોઇન્ટ માઇનસમાં ચાલી રહી હતી. રોકાણકારોની નજર એશિયા, વોલસ્ટ્રીટ અને કોમોડિટી માર્કેટ પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે ત્યાકે ક્રૂડના ભાવમાં પણ વધઘટ થઇ રહી છે. બીજી વિદેશી સંસ્થાકિય રોકાણકારોનો પ્રવાહ પણ મનોવૃત્તિને ખરડી રહ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા ટ્રેડિંગ સત્ર (4 જૂન)ના રોજ બીએસઇ સેન્સેક્સ 193 પોઇન્ટ અને નિફ્ટી 50 પણ 56 પોઇન્ટના વધારા સાથે બંધ આવ્યા હતા. આજે એશિયન પેસિફિક માર્કેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી જે દેશોએ વેપાર સંધિ નથી કરી તેમની પર ટેરિફ લાગવશે તે વાતને પુષ્ટિ આપતા સાવચેતભર્યા વેપારની વચ્ચે નબળો પ્રારંભ થયો હતો. જેના પગલે જાપાનનો નિક્કેઇ 0.26 ટકા, બ્રોડર ટોપીક્સ 0.18 ટકા, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.48 ટકા અને કોસડેક પણ 0.5 ટકા ઘટ્યો હતો.
જોકે 4 જુલાઇના રોજ અમેરિકન બજારો ઇન્ડિપેન્ડન્સ ડે નિમીત્તે બંધ રહ્યા હતા. તેની સાથે અમેરિકી બોન્ડ માર્કેટમાં પણ કામકાજના કલાકો ઘટાડી દેવામાં વ્યા હતા.
આ પણ વાંચોઃ 1 ઓગસ્ટથી ટ્રંપ લગાવશે 100 દેશો પર નવી ટેરિફ, શું ભારત પણ તે યાદીમાં સામેલ છે












