આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

1 ઓગસ્ટથી ટ્રંપ લગાવશે 100 દેશો પર નવી ટેરિફ, શું ભારત પણ તે યાદીમાં સામેલ છે

નવી દિલ્હી, 7 જુલાઇ, 2025: અમેરિકા 1 ઓગસ્ટ 2025થી લગભગ 100 દેશોની આયાત પર 10 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવવા જઇ રહ્યુ છે, ત્યારે અધિકારીઓ માને છે કે તેનાથી મોટા પાયે વૈશ્વિક વેપાર પોલિસીને રિસેટ થશે, અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે તેને પુષ્ટિ આપતા કહ્યુ હતું કે બેઝલાઇન ટેરિફ વ્યાપક રૂપથી લાગુ થવા જઇ રહી છે. આ તે દેશો પર પણ લાગુ થઇ રહી છે, જે હાલના સમયમાં ટેરિફ વિશે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે.

બેસેન્ટે એક ટેલિવીઝન ચેનલની મુલાકાતમાં કહ્યુ હતુ કે હવે જેની સાથે હાલમાં તેઓ વાત કરી રહ્યા છે તેની સાથે રાષ્ટ્રપતિનું વલણ કેવુ છે તે જોવાનુ રહેશે. “શું તેઓ ખુશ છે કે આ દેશો પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છે. અમે લગભગ 100 દેશો પર ઓછામાં ઓછા 10 ટકા પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ અને ત્યાંથી દર વધારવામાં આવશે.”

શું ભારતનું પણ આ 100 દેશોમાં નામ છે?

દરમિયાન, પત્રકારો સાથે વાત કરતા, પ્રમુખ કહ્યું કે તેમણે ‘Take it or leave it’ માળખા હેઠળ નવા ટેરિફ દર ધરાવતા પેપર પર હસ્તાક્ષર કરવા માટે 12 દેશોને બોલાવ્યા છે. ઔપચારિક દરખાસ્ત આજે મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે તેમણે તેમાં સમાવિષ્ટ દેશોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો, તેમ છતાં યાદીમાં ભારત, જાપાન અને યુરોપિયન યુનિયનના સભ્યોનો સમાવેશ થાય છે.

ભારત પર દબાણ વધી શકે છે

તંત્રનું કહે છે કે ટેરિફ અમેરિકન નિકાસ માટે વધુ અનુકૂળ વેપાર શરતોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. આમાં વિશ્વના લગભગ અડધા દેશોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. આ છેલ્લા દસ વર્ષમાં સૌથી આક્રમક વેપાર પુનર્ગઠનમાંનું એક છે. ભારતમાંથી અમેરિકામાં આયાત કરાયેલા માલ પર લાદવામાં આવેલા 26 ટકા ટેરિફ માટેની સમયમર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, ભારત પહેલેથી જ દબાણ હેઠળ છે. જો આ દરમિયાન કોઈ વેપાર કરાર ન થાય, તો ઓગસ્ટથી ભારતને નિકાસ પર વધુ ખર્ચ કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ભારતની 12થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ પરની વાતચીત પ્રગતિમાં

Back to top button