ધર્મ

અયોધ્યામાં 31 ડિસેમ્બરે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠઃ અનુષ્ઠાન શરૂ

  • ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે મંદિર સંકુલ અને સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ છે

27 ડિસેમ્બર, અયોધ્યાઃ પવિત્ર શહેર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ Ram temple મંદિરમાં ભગવાન રામ લલાના અભિષેકની બીજી વર્ષગાંઠ  Second anniversary 31 ડિસેમ્બરે ભવ્ય રીતે ઊજવવામાં આવશે. આ પ્રસંગે ભારત અને વિદેશથી મોટી સંખ્યામાં ભક્તોએ અયોધ્યા આવવાનું શરૂ કરી દીધું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે મંદિર સંકુલ અને સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ છે.

પૂજા અને અન્ય કાર્યક્રમો 2 જાન્યુ સુધી ચાલુ

શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંકળાયેલા ગોપાલજીના જણાવ્યા અનુસાર પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ સાથે સંકળાયેલી ધાર્મિકવિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. મુખ્ય સમારોહ 31 ડિસેમ્બરે પ્રતિષ્ઠા દ્વાદશીના દિવસે યોજાશે, જ્યારે પૂજા અને અન્ય કાર્યક્રમો 2 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

આ વર્ષે પ્રતિષ્ઠા દ્વાદશી 31 ડિસેમ્બરે છે. પ્રતિષ્ઠા દ્વાદશીના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, તે સમયે એ દિવસ 22 જાન્યુઆરી 2024નો હતો.  આ દિવસે રામ મંદિરમાં વિશેષ પ્રાર્થના અને ધાર્મિકવિધિઓ કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. રામ મંદિરમાં પ્રાર્થના અને ધાર્મિકવિધિઓ જગદ્ગુરુ માધવાચાર્યની દેખરેખ હેઠળ કરવામાં આવશે. મંદિર વહીવટીતંત્ર અનુસાર બધી ધાર્મિક પ્રવૃત્તિઓ નિર્ધારિત વિધિઓ મુજબ કરવામાં આવશે, જેથી ભક્તો આધ્યાત્મિક અનુભવ મેળવી શકે.

સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે

ધાર્મિક કાર્યક્રમોની સાથે 29 ડિસેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમોમાં રામકથા આધારિત પ્રસ્તુતિઓ, ભજન અને કીર્તન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થશે. ભક્તોની સુવિધા માટે સુગ્રીવ પથ દ્વારા અંગદ ટીલા સુધી ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રએ ભીડ વ્યવસ્થાપન, સુરક્ષા અને ટ્રાફિક માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. 31 ડિસેમ્બરે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શ્રીરામ જન્મભૂમિ મંદિર સંકુલના અન્નપૂર્ણા મંદિર પર ધજા ફરકાવશે.

આ પણ વાંચોઃ જાપાનના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: 50 થી વધુ વાહનો અથડાયા, આગમાં એકનું મોત

 

Back to top button