ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

સેબીએ બોન્ડમાં રોકાણ કરતા FPI માટે નિયમો સરળ બનાવ્યાં

નવી દિલ્હી, 19 જૂન, 2025: સિક્યોરિટીઝ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ના નિયમોને સરળ બનાવ્યા છે જે ખાસ કરીને ભારત સરકારાના બોન્ડ (જી-સેક)માં રોકાણ કરે છે. સેબીના આ પગલાંનો હેતુ ભારતમાં વધુ લાંબા ગાળાના બોન્ડ રોકાણકારોને આકર્ષિત કરવાનો છે.

હાલમાં વિદેશી રોકાણકારો (FPIs) ત્રણ માર્ગે જેમ કે ભારતીય ડેટ સિક્યોરિટીઝમાં સામાન્ય, સ્વૈચ્છિક રીટેન્શન રૂટ (VRR) અને સંપૂર્ણ સુલભ રૂટ (FAR) દ્વારા રોકાણ કરે છે. આમાંથી, VRR અને FAR ખૂબ પ્રતિબંધો વિના રોકાણની મંજૂરી આપે છે. SEBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જોખમ-આધારિત અભિગમ અને શ્રેષ્ઠ નિયમન દ્વારા વ્યવસાય કરવાની સરળતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, ડિરેક્ટર બોર્ડે સરકારી સિક્યોરિટીઝમાં ખાસ રોકાણ કરતા તમામ હાલના અને સંભવિત FPIs માટે ચોક્કસ નિયમનકારી જોગવાઈઓને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પગલાંથી સરકારી સિક્યોરિટીઝમાં FPI રોકાણને વધુ સરળ બનાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

આ નિર્ણયને કારણે FPIને ફરજિયાત કેવાયસીની પ્રક્રિયાનો સામનો કરવો પડશે અને વિદેશી ભારતીયો અને ભારતના નિવાસીઓને અન્ય FPIને લાગુ પડે છે તેમ GS-FPIsનો ભાગ બનવાની મંજૂરી આપવામાં આવશે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે FPI ફુલ્લી ઍક્સેસિબલ રુટ (FAR) માન્ય દામીનગીરીઓમાં જે રોકાણ કરે છે તેમાં નોધાપાત્ર ઊછાળો આવ્યો છે અને માર્ચ 2025 સુધીમાં આ આંક રૂ. 3 લાખ કરોડને વટાવી ગયો હતો.

સેબીએ જણાવ્યું હતુ કે GS-FPI (જેઓ ફક્ત G-Sec)માં જ રોકાણ કરે છે તેમના માટે ફરજિયાત કેવાયસની સમીક્ષાને આરબીઆઇની જરૂરિયાતો સાથે એકીકૃત કરાશે. તેથી GS-FPIને હવે ફરજિયાત કેવાયસી પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહી.

આ પણ વાંચોઃ નામ, મોબાઈલ નંબરથી લઈને જન્મ તારીખ સુધી… ઘરે બેઠા જ આ રીતે PF એકાઉન્ટમાં કરો સુધારો

Back to top button