ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સંત રામપાલને દેશદ્રોહના કેસમાં મળી જામીન, અગિયાર વર્ષ પછી જેલમાંથી બહાર આવશે?

Sant Rampal gets bail:  પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સ્વયંભૂ સંત રામપાલને દેશદ્રોહના એક કેસમાં જામીન આપી દીધી છે. આ રાહત મળતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સંત રામપાલ હાલ હરિયાણાના હિસાર જેલમાં બંધ છે.

ક્યારે થઈ હતી ધરપકડ?

મળેલી માહિતી અનુસાર વર્ષ 2014માં સંત રામપાલને ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે હરિયાણાના બરવાલા ખાતે સ્થિત સતલોક આશ્રમમાં વહીવટી તંત્ર અને સમર્થકો વચ્ચે મોટો સંઘર્ષ થયો હતો. આ ઘર્ષણમાં છ વ્યક્તિઓના મોત થયા હતા અને અનેક અન્ય ઘાયલ થયા હતા. આ જ ઘટના સાથે જોડાયેલા વિવિધ આરોપો હેઠળ સંત રામપાલ વિરુદ્ધ અનેક કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં દેશદ્રોહનો પણ એક કેસ સામેલ હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે જેલમાંથી બહાર આવશે?

જણાવી દઈએ કે હાઇકોર્ટમાંથી જમાનત મળવા છતાં સંત રામપાલની જેલમાંથી મુક્તિ અન્ય કેસોની કાનૂની સ્થિતિ પર આધારિત રહેશે, કારણ કે તેમના વિરુદ્ધ અલગ અલગ અદાલતોમાં અનેક મુકદ્દમા ચાલુ છે. જમાનતની શરતોનું પાલન કરવું તેમના માટે અનિવાર્ય રહેશે.

કોણ છે રામપાલ? રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સતલોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ 1951માં હરિયાણા ભારતમાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલાં તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર ઇન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેઓ ભગવદ્ગીતા, કબીર સાગર અને અન્ય ધર્મગ્રંથોની વ્યાખ્યાઓના આધારે આધ્યાત્મિક શિક્ષણોનો પ્રચાર કરવા લાગ્યા હતા. તેઓ પંદરમી સદીના સંત કબીરની શિક્ષાઓનું પાલન અને પ્રચાર કરવાનો દાવો કરે છે. તેમના અનુયાયીઓ તેમને એક સંત આધ્યાત્મિક ગુરુ માને છે અને ભક્તિ તથા મોક્ષના તેમના અભિગમમાં વિશ્વાસ રાખે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ કાયદાને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, નિમણૂક અને સેવા નિયમોમાં થશે ફેરફાર

Back to top button