ટ્રેન્ડિંગમનોરંજન

લગ્નના 10 વર્ષ બાદ માતા બનશે સંભાવના સેઠ, વ્યક્ત કરી ચિંતા

Sambhavna Seth Confusion:   અભિનેત્રી સંભાવના સેઠ અને તેમના પતિ અવિનાશ દ્ધિવેદી ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. લગ્નના 10 વર્ષ બાદ સરોગેસી દ્વારા તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. આ ખુશખબર બાદ ચાહકો અને સેલેબ્રિટીઓ તરફથી સતત શુભેચ્છાઓ મળી રહી છે.

પરંતુ આ ખુશીની વચ્ચે હવે દંપતીને પોતાના આવનારા બાળકના રૂમ અને તેની તૈયારીઓને લઈને ચિંતા સતાવી રહી છે.


 બાળકના રૂમને લઈને વધી ચિંતા

તાજેતરના વ્લોગમાં Avinash Dwivediએ જણાવ્યું કે તેમને સમજાતું નથી કે બાળકનો રૂમ કેવી રીતે તૈયાર કરવો, શું આયોજન કરવું અને કોની મદદ લેવી.

તેમણે કહ્યું કે, “અમારા બંનેમાં કોઈને પણ આ બાબતોનો અનુભવ નથી, એટલે હવે મિત્રો અને તાજેતરમાં માતા-પિતા બનેલા લોકો પાસેથી સલાહ લેવી પડશે.”

આ પર સંભાવના સેઠએ પણ સ્વીકાર્યું કે તેઓ માટે આ બધું એકદમ નવું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો


 ગૌહર ખાન પાસેથી લેશે માર્ગદર્શન

અભિનેત્રીએ જણાવ્યું કે તેમને ગૌહર ખાનનો ફોન આવ્યો હતો અને તેઓ હવે તેમની પાસે સલાહ લેશે.

સંભાવનાએ કહ્યું કે ગૌહર તાજેતરમાં માતા બની હોવાથી તેમને આ સમગ્ર પ્રક્રિયાનો સારો અનુભવ છે અને તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકશે.


7 વખત આઈવીએફની પીડા સહન કરી

માતા બનવા માટે Sambhavna Sethએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. તેમણે અગાઉ એક મુલાકાત દરમિયાન ખુલાસો કર્યો હતો કે છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે 7 વખત આઈવીએફ પ્રક્રિયા કરાવી હતી.

તેમણે અનેક વખત ગર્ભપાતનો દુખદ અનુભવ કર્યો હતો. આ સમગ્ર સારવાર દરમિયાન ભારે શારીરિક અને માનસિક તકલીફનો સામનો કરવો પડ્યો હતો.


સારવારથી વધ્યું વજન અને માનસિક તણાવ

અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ સારવાર દરમિયાન સતત ઇન્જેક્શન, આરામ અને હોર્મોનલ ફેરફારોને કારણે તેમનું વજન વધી ગયું હતું.

તેમણે કહ્યું કે આ પ્રક્રિયા માત્ર શરીર માટે નહીં પરંતુ માનસિક રીતે પણ ખૂબ જ કઠિન હતી. જોકે હવે આખરે તેમના જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે.


કેવી રીતે શરૂ થઈ હતી પ્રેમકથા?

 સંભાવના સેઠ અને તેમનાઅવિનાશ દ્ધિવેદીએ 2016માં લગ્ન કર્યા હતા.

બંનેની પ્રથમ મુલાકાત એક ડાન્સ રિયાલિટી શો દરમિયાન થઈ હતી, જ્યાં સંભાવના જજ તરીકે હતા અને અવિનાશ સ્પર્ધક હતા. થોડા સમયની મિત્રતા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : તમિલનાડૂમાં વિજય તિલક પર સંકટ, રાજ્યપાલે થલપતિને પાછા મોકલ્યા, કેવી રીતે બનશે મુખ્યમંત્રી?

Back to top button