મનોરંજન

17 વર્ષ પછી મોટા પડદા પર ધમાકો કરશે અક્ષય-સૈફની જોડી, થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ માં અક્ષય ભજવશે વિલનની ભૂમિકા

Saif Ali Khan on Haiwaan Movie: બોલિવૂડમાં 1990 અને 2000 ના દાયકાની સૌથી હિટ અને લોકપ્રિય ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક એવી અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી ફરી એકવાર ધમાકેદાર વાપસી કરવા માટે સજ્જ થઈ ગઈ છે. પુરા 17 વર્ષના લાંબા ગાળા બાદ આ બંને સુપરસ્ટાર્સ આગામી હાઈ-વોલ્ટેજ થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ માં એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. અગાઉ “યે દિલ્લગી”, “મૈં ખિલાડી તુ અનાડી”, “તુ ચોર મેં સિપાહી”, “કીમત”, “આરઝૂ” અને “ટશન” જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ આ બંને કલાકારોની એકસાથે આ સાતમી ફિલ્મ હશે, જેને લઈને સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમાર ખતરનાક નેગેટિવ રોલમાં જોવા મળશે

એક તાજેતરના ઈન્ટરવ્યુમાં સૈફ અલી ખાને અક્ષય કુમાર સાથેના કામના અનુભવ અને ફિલ્મમાં તેની ભૂમિકા અંગે મોટો ખુલાસો કર્યો હતો. સૈફે જણાવ્યું કે ‘હૈવાન’ તેમની અગાઉની કોમેડી કે એક્શન ફિલ્મો કરતાં બિલકુલ અલગ અને ગંભીર પ્રકારની ફિલ્મ છે. તેણે વધુમાં ઉમેર્યું, “અમે ખૂબ જ નસીબદાર છીએ કે અક્ષય આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મ વધુ રોમાંચક એટલા માટે બનશે કારણ કે તેમાં અક્ષય એક અત્યંત ખતરનાક અને નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યો છે. મેં તેને અગાઉ ક્યારેય આવા રોલમાં જોયો નથી, તેથી હું પણ ખૂબ ઉત્સાહિત છું.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દાયકાઓ જૂની મિત્રતા અને ‘ઓપ્પમ’ ની સત્તાવાર રિમેક

પોતાની મિત્રતા વિશે વાત કરતા સૈફે કહ્યું કે તે અક્ષયને પોતાના મોટા ભાઈ સમાન માને છે અને લાંબા સમયથી સાથે કામ કરવાને કારણે બંને વચ્ચે પરસ્પર ઘણો આદર છે. દિગ્ગજ ડાયરેક્ટર પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ વાસ્તવમાં વર્ષ 2016 માં આવેલી સુપરસ્ટાર મોહનલાલની સુપરહિટ મલયાલમ થ્રિલર ફિલ્મ ‘ઓપ્પમ’ ની સત્તાવાર હિન્દી રિમેક છે. બંને કલાકારો છેલ્લે વર્ષ 2008 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટશન’ માં સાથે દેખાયા હતા.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટ્રેસીસના ‘બેક પોઝ’ કેમ લે છે પેપરાઝી? જાણીતા ફોટોગ્રાફરે ખોલ્યું મોટું રહસ્ય, જયા બચ્ચન પર પણ આપ્યો આકરો જવાબ

Back to top button