ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરામાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર કરાયો, જાણો કયા છૂટછાટ અપાઇ

Text To Speech
  • ગણેશ મંડળોએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી
  • રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા છૂટછાટ આપી
  • અગાઉ 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ તે અંગે જાહેરનામું હતુ

વડોદરામાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં ગણેશ મંડળોએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી છે. તેમાં પોલીસ વિભાગ હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપી છે. તથા ગણેશ મંડળોએ પોલીસ વિભાગના નિર્ણયને વધાવ્યો છે. અગાઉ રાજયસરકાર દ્વારા ગણેશ ચતુર્થીમાં જાહેરનામાને લઈ વિવાદ વકર્યો હતો જેમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ તે અંગે જાહેરનામું હતુ અને ડીજેને લઈ પણ વિવાદ થયો હતો.

આ પણ વાંચો: સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા ધાબા પર ગોઠવાતા ભારે હોબાળો થયો 

રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા છૂટછાટ આપી

હવે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં સામે આવ્યું છે કે,પોલીસ ડીજે મામલે કોઈ હેરાનગતિ નહી કરે અને રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા છૂટછાટ આપી છે. વડોદરા પોલીસ દ્વારા ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરતું જાહેરનામું આ વર્ષે પણ બહાર પાડ્યું છે. વિતેલા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાને લઇને ઉંચાઇ નક્કી કરવમાં આવી રહી છે. અને તેનું અનુસરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે પોલીસનું જાહેરનામું ગણેશ મંડળ સુધી પહોંચતા જ વિરોધ શરૂ થઇ ગયો હતો. તાજેતરમાં અંદરખાને ચાલતો ગણગણાટ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. તે બાદ પણ કોઇ હલચલ ન જણાતા મહારેલી સાથે વિરોધની જાહેરાત કરવામાં આવી હતી.

ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય

સાઉન્ડ એસોસિયેશને પણ નિર્ણય કર્યો હતો કે, પરિપત્રમાં ફેરફાર નહીં કરાય તો ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઊજવાય છે. સમગ્ર સનાતાનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો 23 જૂન પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલી રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે.

Back to top button