રોહિત શર્માએ ગ્રાઉન્ડની બહાર બેઠા બેઠા એવું કરી નાખ્યું જેના વિશે હાર્દિક પંડ્યાએ વિચાર્યું પણ નહીં હોય, એક નિર્ણયે જીત અપાવી દીધી

IPL 2025 MI VS DC: આ બાજુ રોહિત શર્માએ એક નિર્ણય લીધો અને બીજી તરફ દિલ્હી કેપિટલ્સના દાંડિયા ડૂલ થઈ ગયાં. ડગ આઉટમાં બેઠા બેઠા હિટમેને એ કરી દીધું જેના વિશે મેદાન પર રહેલા કપ્તાન હાર્દિક પંડ્યા વિચારી પણ શક્યો નહીં. પરિણામ એ આવ્યું કે, મુંબઈ ઈંડિયંસે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવી દીધું. આઈપીએલ 2025માં રોહિત શર્માએ બેટીંગમાં તો કંઈ ખાસ કર્યું નથી, પણ તેનું દિમાગ કપ્તાનીના મામલામાં ખૂબ કામ કરે છે. ડગ આઉટમાંથી રોહિત શર્માએ બાજી પલટી નાખતો નિર્ણય દિલ્હી કેપિટલ્સની ઈનિંગ્સની 13મી ઓવર બાદ લીધો.
રોહિત શર્માએ નિર્ણય લીધો અને મેચમાં અસર દેખાઈ ગઈ
હવે સવાલ એ છે આ નિર્ણય શું હતો? તો તેના તાર મુંબઈ ઈંડિયંસના હેડ કોચ મહિલા જયવર્ધનેને આપેલી રોહિત શર્માએ સલાહ છે. હકીકતમાં જોઈએ તો, રોહિતે 13મી ઓવર બાદ જયવર્ધનેને બોલ બદલવાની સલાહ આપી અને કહ્યું કે નવા બોલથી રમો અને બંને છેડેથી સ્પિનર લગાવો. દિલ્હીની ટીમ તે સમયે ટાર્ગેટથી આમ તો દૂર લાગતી હતી, રોહિતના આ નિર્ણય બાદ તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ.
આગામી 3 ઓવરમાં જ રોહિતના નિર્ણયની અસર દેખાવા લાગી
રોહિતની સલાહ માનીને મુંબઈ ઈંડિયંસે નવા બોલ સાથે એક છેડેથી કર્ણ શર્મા અને બીજા છેડેથી સેન્ટનરને અટેક પર લગાવ્યો, જેનું પરિણામ એ આવ્યું કે, 3 ઓવરમાં જ અસર દેખાવા લાગી. બંને બોલર્સે આ દરમ્યાન ખાલી 19 રન આપ્યા. તો વળી કર્ણ શર્માએ દિલ્હીના બે મોટા બેટ્સમેનનો શિકાર કર્યો. જેમાં વિસ્ફોટક ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઈનપોર્મ કેએલ રાહુલનો શિકાર કર્યો.
મુંબઈએ દિલ્હીને હરાવ્યું
આ મેચની વાત કરીએ તો મુંબઈ ઈંડિયંસે પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા હતા. તો વળી 206 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં 3 વિકેટ લેનારા કર્ણ શર્માને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનિય છે કે, દિલ્હી કેપિટલ્સની 5 મેચમાં આ પહેલી હાર છે. તો વળી મુંબઈ ઈંડિયંસની 6 મેચમાં આ બીજી જીત છે.
આ પણ વાંચો: આવા તમામ ગ્રાહકોના બેન્ક અકાઉન્ટ બંધ થશે, બેન્ક એસોસિએશને RBIએ પાસે મંજૂરી માગી












