ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેન દુર્ઘટનાનું કારણ મળ્યું જાણવા, મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર

  •  રેલ દુર્ઘટના બાદ 19 ટ્રેનો રદ કરવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુ:ખ વ્યક્ત કર્યું 

દાર્જિલિંગ, 17 જુન: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આજે સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં કંચનજંગા એક્સપ્રેસને ન્યૂ જલપાઈગુડીના રંગપાની સ્ટેશન પાસે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી દીધી હતી. રેડ સિગ્નલ હતું છતાં માલગાડીના ડ્રાઈવરે ટ્રેન રોકી નહોતી જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે અને 60થી વધુ મુસાફરો ઘાયલ થઈ ગયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યકત કર્યું હતું.  જલપાઈગુડી રેલવે સ્ટેશન નજીક ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો રદ કરવામાં આવી છે અને એટલી જ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંચનજંગા એક્સપ્રેસ આસામના સિલચરથી સિયાલદહ જઈ રહી હતી. આ દરમિયાન થયેલી દુર્ઘટનામાં એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એક બીજા પર ચડી ગયા હતા.

 

ટ્રેન દુર્ઘટનાને કારણે આ ટ્રેનો રદ કરવામાં આવી 

Indian Railway
@Indian Railway
helpline no.
@Helpline No.

જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ આપવામાં આવશે: રેલવે મંત્રી

પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પીડિતોના વળતરમાં વધારો કરવામાં આવશે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે તેમજ અકસ્માતમાં જેમને નાની-મોટી ઈજા થઈ છે તેમને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.

PM મોદીએ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ સ્થિતિનો તાગ મેળવ્યો 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દાર્જિલિંગમાં ટ્રેન દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે તેમની ઊંડી સંવેદના છે તેમજ પીએમ મોદીએ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, તેમણે દુર્ઘટના અંગે અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણ અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થવાની આશા છે. રાહુલ ગાંધીએ સરકાર પાસે તમામ પીડિતો અથવા તેમના પરિવારોને તાત્કાલિક સંપૂર્ણ વળતર આપવાની પણ માંગ કરી છે.

આ પણ જુઓ: ઝારખંડની ચંપઈ સરકાર ચૂંટણી મોડમાં; ખેડૂતો, યુવાનો માટે કરી આ જાહેરાત

Back to top button