આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાલાઈફસ્ટાઈલ

બરોડાના રાજાના દુર્લભ ગોલકોન્ડા બ્લ્યુ ડાયમંડની જિનીવામાં થશે લીલામી, મળશે કરોડો રૂપિયા

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2025: કહેવાય છે આપણા રાજા મહારાજાઓ પાસે જવલ્લેજ જોવા મળતા હીરા પડ્યા છે. જેમાંનો બરોડા અને ઇન્દોરના મહારાજા પાસે પણ છે જેનું નામ છે ગોલકોન્ડા બ્લ્યુ. જેની લીલામી આગામી 14 મેના રોજ જિનીવામાં ક્રિસ્ટીના ‘મેગ્નીફિશિયન્ટ જ્વેલ્સ’ ખાતે થશે. 23-24 કેરેટનો આ બ્લ્યુ ડાયમંડ પેરિસના એક જ્વેલર JAR દ્વારા વીંટીમાં જડવામાં આવ્યો હતો જે આશરે 35 મિલીયનથી 50 મિલીયન ડોલરમાં વેચાશે, જેની ભારતીય રૂપિયામાં રૂ. 300થી 400 કરોડ જેટલી કિંમત થાય છે.

આ પ્રકારના દુર્લભ ડાયમંડ જીવનમાં અમુક વખતે જ માર્કેટમાં આવે છે. તેના રોયલ વારસા, અસાધારણ કલર અને અપવાદરૂપ કદ સાથે ગોલકોન્ડા બ્લ્યુ વિશ્વમાં દુર્લભ જોવા મળતો બ્લ્યુ ડાયમંડ છે એમ ક્રિસ્ટી ખાતેના આંતરરાષ્ટ્રીય જ્વેલરી વડા રાહુક કડકીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.

ગોલકોન્ડા બ્લ્યુ ડાયમંડનો ઇતિહાસ

પોતાના 259 વર્ષના વારસા સાથે ક્રિસ્ટીએ અગાઉ અરાકડ્યૂક જોસેફ, પ્રિન્સી અને વિટ્ટેલ્સબેક જેવા અનેક પ્રખ્યાત ગોલકોન્ડ ડાયમંડ્ઝની લીલામી કરી છે. આ ડાયમંડનું નામ હાલના તેલંગણામાં સ્થિત ગોલકોન્ડા ખાણ પરથી આપવામાં આવ્યુ છે. ક્રિસ્ટીના અનુસાર આ જ્વેલરી એક સમયે ઇન્દોરના મહારાજા અને 1920થી 1930ના શાસક યશવંત રાઉ હોલ્કર 2 પાસે હતો. બાદમાં 1923માં મહારાજાના પિતાએ આ સ્ટોનને ફ્રેંચ જ્વેલર ચૌમેટ પાસે બ્રેસલેટમાં બેસાડ્યો હતો. બાદમાં 1930માં મહારાજાએ મોબોસ્સિનની રોયલ જ્વેલર તરીકે નિમણૂંક કરી હતી. જેણે અનેક નવી ડિઝાઇન બનાવી હતી અને ગોલકોન્ડા બ્લ્યુને તેમાં જડ્યો હતો. આ આઇકોનિક નેકલેસને ફ્રેંચ આર્ટિસ્ટ બર્નાર્ડ બૌટેટ ડિ મોન્વેલ દ્વારા ઇન્દોરની મહારાણીના ચિત્રમાં ભારતીય શાહીઠાઠ અને યુરોપિયન સ્ટાઇલના મિશ્રણ તરીકે વણી લેવા આવ્યો હતો.

બરોડાના રાજા પાસે કેવી રીતે પહોંચ્યો

જોકે ભારત સ્વતંત્રતા થયા બાદ 1947માં બ્લ્યુ ડાયમંડ અમેરિકાના વિખ્યાત જ્વેલર હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો જેણે સફેદ ડાયમંડના મેચમાં એક બ્રુચમાં જડ્યો હતો. આ બ્રુચ આખરે બરોડાના મહારાજા પાસે પહોંચતા જ્વેલની શાહી યાત્રા સતત રહી હતી. ત્યારથી આ ડાયમંડની હવે આગામી 14મેના રોજ લીલામી થશે ત્યારે સૌપ્રથમ વખત જાહેરમાં આવશે. તેની જીવંત લીલામી જિનીવામાં ફોર સિઝન્સ હોટેલ ડેસ બર્ગ્યુસ ખાતેથી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કરોડો રૂપિયામાં રમતા મેહુલ ચોકસીના ઘરની આવી હાલત, જુઓ વીડિયો

Back to top button