બિઝનેસ

ભારતીય રેલવેનો માસ્ટરપ્લાન: ઓડિશાના પારાદીપ બંદર માટે ₹3,300 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી

Railways To Boost Freight Revenue: ભારતીય રેલવે મુસાફરોની સુવિધાઓ વધારવાની સાથે સાથે દેશની લોજિસ્ટિક્સ ક્ષમતાઓને મજબૂત કરવા માટે મોટા પાયે નેટવર્ક વિસ્તરણ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે રેલવે મંત્રાલયે દેશના બીજા સૌથી મોટા કાર્ગો પોર્ટ, ઓડિશાના પારાદીપ બંદર સાથે રેલ કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે તંત્ર આ ક્ષેત્રમાં બે અલગ અલગ રૂટ પર કુલ 98 કિલોમીટર નવી રેલ લાઇન નાખશે, જેની પાછળ અંદાજે ₹3,300 કરોડનો ખર્ચ થશે. નાણાકીય વર્ષ 2025-26 માં પારાદીપ બંદરે રેકોર્ડ 156.45 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેને ધ્યાનમાં રાખીને કોલસો, આયર્ન ઓર અને અન્ય ભારે ચીજવસ્તુઓના ઝડપી પરિવહન માટે આ નિર્ણય લેવાયો છે.

બે મુખ્ય રૂટ પર લાઇન બમણી અને ચોપટ થશે

આ પ્રોજેક્ટ હેઠળ હરિદાસપુર-પારાદીપ વચ્ચેનો 53 કિમીનો રૂટ, જે હાલમાં સિંગલ લાઇન છે, તેને ડબલ કરવામાં આવશે. ₹1,100 કરોડના આ પ્રોજેક્ટ માટે ડીપીઆર (DPR) ને મંજૂરી મળી ગઈ છે. આ સિવાય કટક-પારાદીપ વચ્ચેના 45 કિમીના હાલના ડબલ-લાઇન રૂટ પર ટ્રાફિકનું દબાણ ઘટાડવા માટે ત્રીજી અને ચોથી લાઇન નાખવામાં આવશે. ₹2,210 કરોડના આ પ્રોજેક્ટનો વિસ્તૃત અહેવાલ અંતિમ તબક્કામાં છે. આ બંને રૂટ પર જમીન સંપાદનનું 90% કામ પૂરું થયા બાદ આગામી વર્ષે ટેન્ડર જારી કરાશે અને તમામ કામગીરી 2030-31 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માલ પરિવહનથી ₹1.89 લાખ કરોડ કમાવાનો રેલવેનો લક્ષ્યાંક

ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2026-27 માટે માલસામાનના લોડિંગથી ₹1.89 લાખ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે નાણાકીય વર્ષ 2025-26 ના ₹1.78 લાખ કરોડ કરતાં 5.8% વધુ છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 માં રેલવેએ 1.67 અબજ ટન માલસામાનનું લોડિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં ખાતર, પિગ આયર્ન અને ફિનિશ્ડ સ્ટીલના પરિવહનમાં 13% નો વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2026-27 માં આ લોડિંગ વધીને 1.76 અબજ ટન સુધી પહોંચવાની ધારણા છે.

‘મિશન 3000’ અને દેશના બંદરોનું મજબૂત નેટવર્ક

રેલવે મંત્રાલયે 2030-31 સુધીમાં વાર્ષિક માલસામાનનો ટ્રાફિક 3,000 મેટ્રિક ટન સુધી પહોંચાડવા માટે “મિશન 3000” શરૂ કર્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે માલસામાનને રોડના બદલે રેલ નેટવર્ક પર ટ્રાન્સફર કરીને લોજિસ્ટિક્સ ખર્ચ અને સમય બચાવવાનો છે. શિપિંગ અને બંદરો મંત્રાલય અનુસાર દેશના કુલ 226 માન્ય બંદરોમાંથી 69 કાર્યરત છે અને 12 મુખ્ય બંદરો સીધા રેલ નેટવર્કથી જોડાયેલા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પૂર્વ અને પશ્ચિમ કિનારાના જોડાયેલા મુખ્ય બંદરો

હાલમાં પૂર્વ કિનારે આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી બંદર (કોલકાતા/હલ્દિયા), પારાદીપ (ઓડિશા), વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), કામરાજર (એનોર), ચેન્નાઈ અને વી.ઓ. ચિદમ્બરનાર (તામિલનાડુ) સીધા રેલ નેટવર્ક સાથે જોડાયેલા છે. જ્યારે પશ્ચિમ કિનારે કોચીન (કેરળ), ન્યુ મેંગલોર (કર્ણાટક), મુર્મુગાઓ (ગોવા), મુંબઈ પોર્ટ અને JNPA (મહારાષ્ટ્ર) તેમજ ગુજરાતનું દીનદયાળ બંદર (કંડલા) રેલ નેટવર્કથી સજ્જ છે.

આ પણ વાંચો: ટાટા અને રિલાયન્સના ₹66,000 કરોડ 5 દિવસમાં સ્વાહા! સામે LICના રોકાણકારો થયા માલામાલ

Back to top button