ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મિસ્ટર મોદી, તમે તમિલ લોકોનો અવાજ….; અભિનેતા વિજયના સમર્થનમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર દ્વારા અભિનેતા વિજયની ફિલ્મ ‘જન નાયકન’ને રોકવાનો પ્રયાસ તમિલ સંસ્કૃતિ પર હુમલો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલ લોકોના અવાજને દબાવવામાં ક્યારેય સફળ થશે નહીં. તમિલ ફિલ્મ ‘જન નાયકન’ના નિર્માતાએ મદ્રાસ હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાના એક દિવસ બાદ રાહુલનું આ નિવેદન આવ્યું છે.

મદ્રાસ હાઇકોર્ટે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી આપવા અંગે ન્યાયાધીશના આદેશ પર સ્ટે લગાવ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે 9 જાન્યુઆરીએ તે આદેશ પર રોક લગાવી હતી, જેમાં CBFCને અભિનેતા વિજયની ફિલ્મ “જન નાયકન”ને તાત્કાલિક સેન્સર સર્ટિફિકેટ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે ફિલ્મનું ભવિષ્ય અંધકારમાં મુકાઈ ગયું હતું.

રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં કહ્યું, માહિતી અને પ્રસારણ મંત્રાલયનો “જન નાયકન”ને રોકવાનો પ્રયાસ તમિલ સંસ્કૃતિ પર હુમલો છે. રાહુલ ગાંધીએ કહ્યું, મિસ્ટર મોદી, તમે તમિલ લોકોના અવાજને દબાવવામાં ક્યારેય સફળ થશો નહીં. KVN પ્રોડક્શન્સ LLP એ ગયા શુક્રવારે હાઇકોર્ટના ડિવિઝન બેન્ચના આદેશ સામે અપીલ કરી છે, જેણે ફિલ્મને તાત્કાલિક પ્રમાણપત્ર આપવાના બોર્ડને સિંગલ બેન્ચના નિર્દેશ પર સ્ટે આપ્યો હતો.

વિજયે થોડા મહિના પહેલા પોતાનો રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) બનાવ્યો હતો, અને રાજકારણમાં સંપૂર્ણ પ્રવેશ કરતા પહેલા વિજયની છેલ્લી ફિલ્મ તરીકે જન નાયકનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ મૂળ 9 જાન્યુઆરીએ પોંગલના દિવસે રિલીઝ થવાની હતી. જોકે, CBFCએ સમયસર પ્રમાણપત્ર ન આપતા ફિલ્મને છેલ્લી ઘડીએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 4 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણી લો ડ્રાય ડેની તારીખો

Back to top button