ટ્રેન્ડિંગમનોરંજન

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ જોઈ Tanvi The Great, ભાવનાત્મક ઉંડાણની પ્રશંસા કરી, જુઓ તસવીરો

  • આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અનુપમ ખેર, બોમન ઈરાની, કરણ ટેકર અને નવી અભિનેત્રી શુભાંગી પણ હાજર રહ્યા હતા

૧૨ જુલાઈ, ૨૦૨૫, નવી દિલ્હીઃ આગામી ફિલ્મ Tanvi The Great રિલીઝ થાય તે પહેલાં જ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહી છે અને ભારતમાં પણ હૃદયને સ્પર્શી રહી છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું, જ્યાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ફિલ્મ નિહાળી હતી.

આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અનુપમ ખેર, બોમન ઈરાની, કરણ ટેકર અને નવી અભિનેત્રી શુભાંગી પણ હાજર રહ્યા હતા. ફિલ્મ પૂરી થયા પછી, રાષ્ટ્રપતિ મુર્મુએ માત્ર ફિલ્મની પ્રશંસા જ નહીં, પરંતુ તેના ભાવનાત્મક ઊંડાણ અને ભાવનાત્મક સંદેશની પણ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર X હેન્ડલ પર ફોટા શેર કરવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં Tanvi The Great ફિલ્મ જોઈ. આ ફિલ્મ સમાવેશનનો સંદેશ આપે છે, જેમાં એક ઓટીસ્ટીક છોકરી દૃઢ નિશ્ચય અને સંઘર્ષ દ્વારા પોતાના સપના પૂરા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે રાષ્ટ્રપતિ સાથેની તસવીરો શેર કરી

આ ઐતિહાસિક ક્ષણને શેર કરતા અભિનેતા અને દિગ્દર્શક અનુપમ ખેરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ હતી કે દેશના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડરે અમારી ફિલ્મ જોઈ અને અંતે તેની પ્રશંસા કરી! એક દિગ્દર્શક તરીકે, તે મારા માટે અત્યંત ગર્વની ક્ષણ હતી.

આ પણ વાંચોઃ સોનુ અને રાજુની જોડી…. કયો કલાકાર નિગમનું ગીત ગાઇને રાતોરાત સ્ટાર બની ગયો?

Back to top button