ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં રોડ અકસ્માતો રોકવા પોલીસ કમિશનરનો એક્શન પ્લાન, હેવી વાહનો જપ્ત કરવાની શરૂઆત

સુરત 7 ઓગસ્ટ 2025: સુરત શહેરમાં વધતા જતા રોડ અકસ્માતોને અટકાવવા માટે સુરત પોલીસ કમિશનરે કડક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ યોજના હેઠળ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે હેવી વાહનો સામે દંડની પ્રક્રિયાને બદલે તેમને જપ્ત કરવાની શરૂઆત કરી છે. ખાસ કરીને, ‘નો એન્ટ્રી’ના સમયે શહેરના રસ્તાઓ પર દોડતા હેવી વાહનોને જપ્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અગાઉ આવા વાહનોના ચાલકો રૂ. 500 થી 1000નો દંડ ભરીને રસ્તા પર ફરી દોડતા હતા, પરંતુ હવે પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર વાહન માલિકો અને ડ્રાઇવરો સામે ગુનો નોંધવાની સાથે ટ્રકો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, આરટીઓ દ્વારા આવા વાહનો પર ભારે દંડ લાદવામાં આવશે, જેથી રોડ અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થાય.
આ અભિયાનનો ઉદ્દેશ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સુરત પોલીસનું કહેવું છે કે આવી કડક કાર્યવાહીથી હેવી વાહનોના ડ્રાઇવરોમાં નિયમોનું પાલન કરવાની ભાવના જાગશે, જેનાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
Back to top button