ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ

  • એક મુસ્લિમ યુવકે સીએમ યોગી વિશે અભદ્ર ટિપ્પણી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
  • પોલીસ યુવકને પકડી કાર્યવાહી કરી શરુ

બલિયા, 17 જૂન: યુપીના બલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં યુવક વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં બલિયામાં એક મુસ્લિમ યુવકે સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં આ વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે તેને કોઈ ડર નથી. આ દરમિયાન તેણે સીએમ યોગી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

અહીં જૂઓ વીડિયો:

 

પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે. મુસ્લિમ યુવાનો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી ભાજપના નેતાઓ નારાજ છે. આ મામલે બીજેપી નેતા સુનીલ મિશ્રાનું નિવેદન પણ આવ્યું છે. સુનીલે કહ્યું કે આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. પીએમ મોદી અને સીએમ યોગી જવાબદાર પદ પર છે. અમે પોલીસને માંગ કરી છે કે યુવકો સામે જલ્દી કાર્યવાહી કરવામાં આવે.

પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી

 

એરિયા ઓફિસર સિટી ગૌરવ શર્માએ જણાવ્યું કે આ વીડિયોની નોંધ લીધા બાદ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ વીડિયો લગભગ 3-4 મહિના જૂનો છે. પોલીસ સ્ટેશન કોતવાલી સદર બલિયા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીયનું પ્રત્યાર્પણ, ચેક રિપબ્લિકથી US લાવવામાં આવ્યો

Back to top button