ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીયનું પ્રત્યાર્પણ, ચેક રિપબ્લિકથી US લાવવામાં આવ્યો

  • નિખિલ ગુપ્તાને 16 જૂને અમેરિકાના બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો અને ત્યારબાદ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું 

નવી દિલ્હી, 17 જૂન: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. બ્યુરો ઑફ પ્રિઝન્સની વેબસાઈટ પરથી ખુલાસો થયો છે કે, 52 વર્ષીય નિખિલ ગુપ્તાને 16 જૂને અમેરિકાના બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં એક સૂત્રએ નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાની અમેરિકા પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેના પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

 

30 જૂને ધરપકડ કરવામાં આવી હતી

નિખિલ ગુપ્તાની અમેરિકાની વિનંતી પર 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ‘એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે. અમને ત્રણ વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યો છે.’ US ફેડરલ પ્રોસિક્યુટર્સે નિખિલ ગુપ્તા પર પૈસા માટે હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષની જેલની જોગવાઈ છે.

નિખિલ ગુપ્તા પર કયા-કયા આરોપો લગાવવામાં આવ્યા?

પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે, નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

ગયા વર્ષે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. એવું કહેવાય છે કે, અમેરિકાએ પણ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ એ નથી કહ્યું કે શું ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હોવાને કારણે કાવતરાખોરોએ તેમની યોજનાઓ બદલી કે પછી FBIના હસ્તક્ષેપને કારણે કાવતરું નિષ્ફળ ગયું. આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર કથિત રીતે પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. યુએસ સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક શહેરમાં રહેતા શીખ અલગતાવાદી પન્નુને મારવા માટે એક હત્યારાને US $ 100,000 આપવા સંમત થયો હતો. તેમાંથી 15 હજાર ડોલરની એડવાન્સ પેમેન્ટ 9 જૂન 2023ના રોજ કરવામાં આવી હતી. પરંતુ, આ કામ માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તે એક અમેરિકન એજન્સીનો ગુપ્તચર એજન્ટ હતો.

PM મોદીએ જવાબ આપ્યો હતો

PM મોદીએ ગયા વર્ષે બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વિદેશમાં છુપાયેલા કેટલાક ઉગ્રવાદી જૂથો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ બંને દેશો વચ્ચે ભાગીદારીનું મુખ્ય માપદંડ છે. મને નથી લાગતું કે કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી. આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે તેમ જ એકબીજા પર નિર્ભર છે.

આ પણ જુઓ: ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

Back to top button