ટ્રેન્ડિંગમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

સોશિયલ મીડિયા પર Shrimp Squat ચેલેન્જ કરી રહ્યો છે ટ્રેન્ડ, જો તમે આ કરી શકો છો તો તમે ફિટનેસમાં પાસ

HD ન્યૂઝ ડેસ્ક, 17 જૂન: આજકાલ ફિટનેસને લઈને લોકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પોતાને ફીટ રાખવા માટે તેઓ યોગ, કસરત આ ઉપરાંત જીમમાં કલાકો સુધી પરસેવો પણ પાડી રહ્યા છે, કોવિડ પછી લોકોમાં આ જાગૃતિ ઘણી વધી છે. ફિટ રહેવા માટે પરસેવો પાડવો એ ઠીક છે, પરંતુ તમારે વચ્ચે તમારી ફિટનેસનું પરીક્ષણ પણ કરતા રહેવું જોઈએ. જેથી તે જાણી શકાય કે આપણે ક્યા સ્ટેજ પર ઉભા છીએ. આવી જ એક ફિટનેસ ચેલેન્જ આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેને શ્રીમ્પ સ્ક્વોટ (Shrimp Squats) ચેલેન્જ કહેવામાં આવે છે.

શ્રિમ્પ સ્ક્વોટ્સ (Shrimp Squats) ફિટનેસ ટેસ્ટ કરવા માટે તમારે સૌ પ્રથમ તો નીચે ઘૂંટણ ઉપર બેસવું પડશે.અને તમારા બંને પગને પાછળની તરફ રાખવા પડશે, ત્યાર બાદ એક હાથ વડે એક પગ પકડીને એક પગ દ્વાર ઉભા થવાનું રહેશે. જો તમે આમ કરી શકો છો તો તમારા પગ મજબૂત છે અને શરીરનું સંતુલન સારું રહે છે. પરંતુ જો તમે આ ચેલેન્જમાં નિષ્ફળ ગયા હોવ તો તમારે તમારી ફિટનેસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

અહીં જૂઓ વીડિયો:

 

શ્રિમ્પ સ્ક્વોટ્સના ફાયદા (Shrimp Squats Benefits)

  • આ ચેલેન્જ સ્નાયુઓની મજબૂતાઈ અને ફ્લેક્સિબિલિટી વધારવા તેમજ વેરિસોઝ વેઇન્સને ટાળવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • શરીરના નીચલા સ્નાયુઓને ખાસ કરીને ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે
  • જ્યારે તમે આ કરવા માટે એક પગ પર ઉભા રહો છો, તો તે તમારા શરીરનું સંતુલન સુધારે છે.
  • શ્રિમ્પ સ્ક્વોટ્સ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે. ખાસ કરીને હિપ ફ્લેક્સર્સ અને ક્વાડ્રિસેપ્સમાં લચીલાપણું વધે છે.

શ્રિમ્પ સ્ક્વોટ્સ કરવા માટેની ટિપ્સ

  • શ્રિમ્પ સ્ક્વોટ ચેલેન્જ કરતા પહેલા તમારે નીચે દર્શાવેલ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
  1. ધીમી શરૂઆત કરો – જો તમે સિંગલ-લેગ સ્ક્વોટ્સમાં પહેલી વખત કરી રહ્યા છો તો તાકાત અને સ્થિરતા વધારવા માટે નિયમિત સ્ક્વોટ્સ અને લંજેજ કરવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો.
  2. સ્થિતિ પર ધ્યાન આપો – જ્યારે તમે આ સ્ક્વોટ્સ કરી રહ્યા હોવ, ત્યારે તમારી પીઠને સીધી સ્થિતિમાં રાખો. જો તમે આ નથી કરી શકતા તો તેને પરાણે ના કરશો.
  3. તમારા શરીરનું માનો- આવી કોઈ પણ ચેલેન્જ કરતા પહેલા તમારા શરીરનું સાંભળો. ઘણી વખત લોકો વિચાર્યા વગર સોશિયલ મીડિયા ચેલેન્જ કરવાનું શરૂ કરી દે છે અને પછી સમસ્યાઓ ઊભી કરે છે.

આ પણ વાંચો:  શું તમે ટેટૂ બનાવવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ આડઅસરો વિશે પણ એકવાર જાણીલો

Back to top button