પાકિસ્તાનના કારસ્તાનની પોલ ખોલશે PM મોદી: આજથી 3 દેશોના પ્રવાસે

- સાયપ્રસ-કેનેડા અને ક્રોએશિયા જશે, કેનેડામાં G7 સમિટમાં ભાગ લેશે
દિલ્હી, 15 જૂન 2025: PM Modi on Foreign Tour દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી15 થી19 જૂન સુધીના પ્રવાસે રહેશે. આ પ્રવાસમાં, પહેલા સાયપ્રસ જશે. ત્યારબાદ કેનેડા જશે અને G7 સમિટમાં ભાગ લેશે. ત્યાંથી ક્રોએશિયાની મુલાકાત લેશે અને ભારત પરત ફરશે. વિદેશી સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ઉપરાંત, પાકિસ્તાનના કરતૂતોનો પર્દાફાશ પણ કરશે.
કેનેડા G7 સમિટ વૈશ્વિક મુદ્દાઓ માટે એક પ્લેટફોર્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આ વખતે G7 સમિટ કેનેડા દ્વારા યોજાઈ રહી છે. જેમાં તે વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોના આદાનપ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે કહ્યું કે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ને કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ સમિટમાં હાજરી આપવા અને સાથી દેશોના નેતાઓ સાથે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
સાથી દેશો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક
પીએમે કહ્યું કે, આ ત્રણ દેશોની મુલાકાત લેવી મારા માટે એક લહાવો હશે. કારણ કે આ દેશોએ ભારત દ્વારા શરૂ કરાયેલી સરહદ પાર આતંકવાદ સામેની લડાઈમાં ઘણો ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે આ સાથી દેશો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સંપૂર્ણ તક છે.
સાયપ્રસના રાષ્ટ્રપપ્રમુખે આમંત્રણ આપ્યું
સાયપ્રસના રાષ્ટ્રપપ્રમુખે નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર 15 અને 16 જૂને સાયપ્રસની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, સાયપ્રસ યુરોપિયન યુનિયનનો ગાઢ મિત્ર છે અને એક મહત્વપૂર્ણ ભાગીદાર પણ છે. આ મુલાકાત ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. વેપાર, રોકાણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધોને વધારવાની તક પૂરી પાડશે.
ભારતીય વડાપ્રધાનની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત
મોદીએ કહ્યું કે G7 સમિટમાં હાજરી આપ્યા બાદ, તેઓ ક્રોએશિયાની મુલાકાત લેશે અને રાષ્ટ્રપપ્રમુખ ઝોરાન મિલાનોવિક અને વડા પ્રધાન આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે મુલાકાત કરશે. ભારત અને ક્રોએશિયા વચ્ચે સદીઓ જૂના ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે. તેમણે કહ્યું કે આ કોઈ ભારતીય વડા પ્રધાનની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધોમાં સુધારો કરશે અને વ્યાપારિક તકો ખોલશે.
આ પણ વાંચો:હેલીકોપ્ટર ક્રેશ બાદ સરકારનો મોટો નિર્ણય: ચારધામ યાત્રામાં હેલીકોપ્ટર સેવા પર પ્રતિબંધ લગાવ્યો
આ પણ વાંચો:ઈરાને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો રદ કરી, નેતન્યાહૂએ કહ્યું કે વિજય ન થાય ત્યાં સુધી લડીશું












