ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનની એરસ્ટ્રાઈકથી પરેશાન પાકિસ્તાન, ગંભીર પરિણામની આપી ચેતવણી

  • ભારત બાદ ઈરાને પણ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર મોટી એરસ્ટ્રાઈક કરી
  • પાકિસ્તાન દ્વારા 2 બાળકોના મૃત્યુ બાદ ઈરાનના આ હુમલાની સખત નિંદા કરવામાં આવી  

પાકિસ્તાન, 17 જાન્યુઆરી : ભારત બાદ હવે ઈરાને પણ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવતા પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને એરસ્પેસનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. જેના પરિણામે હાલ બે બાળકોના મૃત્યુ થયા છે. પરંતુ આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. આ પહેલા ભારત દ્વારા પણ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.

મંગળવારે રાત્રે થયેલા હુમલાના કલાકો બાદ ઈરાનના રાજ્ય મીડિયાએ જણાવ્યું કે, સેનાની મિસાઈલોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના બે સ્થાનોને નિશાન બનાવ્યા છે. આ હુમલાનો વિરોધ કરતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, ઈરાનની આ કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આ ઘટનાના “ગંભીર પરિણામો” આવી શકે છે. આ પહેલા 26 ફેબ્રુઆરી 2019ના રોજ પણ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કર્યો હતો. આતંકીઓ પર મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. 2007માં છુપાયા હતા. આ હુમલામાં પણ કેટલાક ડઝન આતંકવાદીઓ માર્યા ગયા હતા.

પાકિસ્તાન દ્વારા ઈરાનને ગંભીર ચેતવણી આપવામાં આવી

હાલમાં ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની આ ચેતવણી પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. આ પહેલા સોમવારે ઈરાનના ચુનંદા રિવોલ્યુશનરી ગાર્ડસે પણ ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૈશ અલ-અદલ અગાઉ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કરી ચૂક્યું છે. ઈરાનના સરકારી મીડિયાએ પણ પાકિસ્તાનને આ અંગે માહિતી આપી હતી. પરંતુ જ્યારે પાકિસ્તાને આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે ઈરાને આ ટાર્ગેટ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરીને તેમનો નાશ કરી દીધો.

બલૂચિસ્તાન વિસ્તારમાં કરવામાં આવ્યો હુમલા

ઈરાનની ટોચની સુરક્ષા સંસ્થાના સંલગ્ન સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, હુમલો કરાયેલા આતંકવાદી ઠેકાણા પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હતા. ઈરાને એરસ્પેસનું ઉલ્લંઘન ગણાવીને ઈરાન સામે વિરોધ નોંધાવ્યો છે. ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. હુમલા બાદ, ઈસ્લામાબાદે ઈરાની મિશનના વડાને તેના વિદેશ મંત્રાલયમાં બોલાવીને કહ્યું કે, ઈરાન સાથે સંચારની બહુવિધ ચેનલો હોવા છતાં આ ઘટના બની છે. આવી સ્થિતિમાં તેના પરિણામોની જવાબદારી સીધી ઈરાન પર રહેશે. જોકે પાકિસ્તાની સેનાની જનસંપર્ક શાખાએ આ હુમલા અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ જુઓ :રશિયાને હરાવી યુક્રેનમાં શાંતિ સ્થાપવા મદદ કરો, ઝેલેન્સકીની અપીલ

Back to top button