આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

પાકિસ્તાની સ્ટોકમાં પણ બ્લડબાથ: KSE-100 ઇન્ડેક્સ 7000 પોઇન્ટ ઘટ્યો

નવી દિલ્હી, 9 મે, 2025: ભારત દ્વારા આતંકવાદીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીથી હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનને આમ પણ દૈનિક કરોડોનું નુકસાન થઇ રહ્યુ છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાના મહત્ત્વના પ્રતિબિંબ એવા શેરબજારમાં પણ છેલ્લા ઘણા વખતથી ધોવાણ થઇ રહ્યુ છે. તેવામાં ગઇકાલે પાકિસ્તાનના શેરબજારમાં 6 ટકાથી વધુનો ઘટાડો થતા એક્સચેંજ દ્વારા ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યુ હતું. KSE 100 ઇન્ડેક્સ ટ્રેડિંગ બંધ થતા પહેલા 6,948.73 કે 7000 પોઇન્ટનો ઘટાડો થયો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ 6.32 ટકા થવા જાય છે.

પાકિસ્તાન સ્થિત એકસિક્યોરિટીઝના સંચાલકે જણાવ્યું હતું કે અગાઉ પરિસ્થિતિ થોડી શાંત થઈ હતી, ત્યારબાદ કારોબારમાં વધુ ઘટાડો થયો હતો. પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે કારણ કે જિયો-પોલીટીકલ પરિસ્થિતિને કારણે રોકાણકારો ગભરાઈ રહ્યા છે. કોઈને ખાતરી નથી કે શું થશે અને પાકિસ્તાન ભારતીય આક્રમણનો જવાબ કેવી રીતે આપશે અથવા આપશે કે નહીં. ઇન્ડેક્સમાં ઘટાડો મુખ્યત્વે સિમેન્ટ, ઊર્જા, બેંકો અને ટેકનોલોજી જેવા મુખ્ય શેરોમાં નકારાત્મક વલણને કારણે થયો હતો, જેના કારણે સામૂહિક રીતે ઇન્ડેક્સ નીચો ગયો હતો.

ઝવેરાત અને રત્નોની આયાત અને નિકાસનો વેપાર બંધ કર્યો

પાકિસ્તાને આજથી કિંમતી ધાતુઓ, ઝવેરાત અને રત્નોની આયાત અને નિકાસ પર 60 દિવસનો પ્રતિબંધ લાદ્યો છે. આ કામચલાઉ પ્રતિબંધ વાણિજ્ય મંત્રાલયના આદેશ દ્વારા લાદવામાં આવ્યો હતો, જેમાં કિંમતી ધાતુઓના વેપારનું નિયમન કરતા કાયદા 2013ના SRO 760ને સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ધાતુઓના પ્રવાહને મર્યાદિત કરવાની સંભવિત વ્યૂહરચના તરીકે ભારત સાથેના તાજેતરના મડાગાંઠ સાથે જોડાયેલો છે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને પણ અનૌપચારિક રીતે ઇન્ટર બેન્ક અને ખુલ્લા બજારોમાં તમામ ચલણ વેપારીઓને ડોલરના પ્રવાહ પર નજીકથી નજર રાખવાની સલાહ આપી છે, કારણ કે વધતા સંઘર્ષથી ડોલરની માંગમાં તીવ્ર વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ ભારતે દરિયાઈ માર્ગે પણ મોરચો ખોલ્યો, INS વિક્રાંતે કરાચી બંદરે મચાવી તબાહી

Back to top button