આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

ભારતે દરિયાઈ માર્ગે પણ મોરચો ખોલ્યો, INS વિક્રાંતે કરાચી બંદરે મચાવી તબાહી

નવી દિલ્હી, 8 મે : પાકિસ્તાન તરફથી ગુરુવારે સાંજે કરવામાં આવેલા હુમલા બાદ ભારતીય સેનાએ હવે વળતો પ્રહાર કર્યો છે. સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને લાહોરમાં જવાબી હુમલો કર્યો છે. ત્યારે હવે હવે ભારતે દરિયાઈ માર્ગે પણ મોરચો ખોલ્યો છે જેમાં INS વિક્રાંતે કરાચી બંદરે તબાહી મચાવી છે.

આ ઉપરાંત પાક.ની દરેક નાપાક હરકતોનો જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે. તેવામાં હવે વિદેશમંત્રી એસ.જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ભારત દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે અને અમે જડબાતોડ જવાબ આપીશું.

પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનની સૌથી નજીક રહેલા સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાના ભુજમાં પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે. લોકોને તેમના ઘરની અંદર જ રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે જેસલમેર અને અમૃતસરમાં ચાલતી કાર્યવાહીનો વિડીયો સામે આવ્યા છે.

આ ઉપરાંત જેઓ ઘરની બહાર છે તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચવાની જાણ કરી દેવામાં આવી છે. દરમિયાન હવે સોમનાથ, જગત મંદિર દ્વારકા, અંબાજી સહિતના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરાયો છે તેમજ જામનગર, પોરબંદર, સોમનાથ જેવી દરિયાઈ સીમા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે.

ગુરુવારે સાંજે જમ્મુ અને કાશ્મીરમાં એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ સમય દરમિયાન, યુદ્ધના સાયરન વગાડવામાં આવ્યા હતા. હાઈ એલર્ટ વચ્ચે બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

આકાશમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. આ પાકિસ્તાની ડ્રોનને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. જમ્મુમાં લશ્કરી વસાહત અને એરપોર્ટ પર વિસ્ફોટના અવાજ બાદ અરાજકતા ફેલાઈ ગઈ. સાંબામાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સેના અસરકારક રીતે જવાબ આપી રહી છે.

જમ્મુમાં સંરક્ષણ પ્રણાલી સક્રિય થઈ, હવાઈ હુમલાના સાયરન વાગ્યા. ભારતીય ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ એરપોર્ટ પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુમાં પાકિસ્તાની ડ્રોન હુમલાની શક્યતા છે. ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો છે. સાયરન એલર્ટ સતત આપવામાં આવી રહ્યા છે.

Back to top button