ટ્રેન્ડિંગનેશનલ

‘નોકરી અપાવવાની લાલચે વારંવાર આચર્યું દુષ્કર્મ…’ પદ્મશ્રીથી સન્માનિત સ્વામી પ્રદીપ્તાનંદ પર ગંભીર આરોપ

પશ્ચિમ બંગાળઃ 28 જૂન, 2025: Sexual Exploitation Accusation on Swami Pradiptananda: પશ્ચિમ બંગાળની એક મહિલાએ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સાધુ સ્વામી પ્રદીપ્તાનંદ (જે કાર્તિક મહારાજના નામથી પણ ઓળખાય છે) પર 2013થી શાળામાં નોકરી અપાવવાના બહાને અનેક વખત દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ મુર્શિદાબાદના નાબગ્રામ પોલીસ સ્ટેશનમાં કાર્તિક મહારાજ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જોકે, મુર્શિદાબાદ જિલ્લામાં ભારત સેવાશ્રમ સંઘના બેલડાંગા એકમ સાથે સંકળાયેલા સાધુએ આ કેસને પોતાને બદનામ કરવાનું કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘મારા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.’

નોકરીની લાલચે દુષ્કર્મ

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ‘મારી સ્વામી પ્રદીપ્તાનંદ સાથે 2012માં મુલાકાત થઈ હતી. આશ્રમની એક શાળામાં નોકરી અપવવાનું વચન આપી તેમણે મને 201માં સ્કૂલની એક હોસ્ટેલમાં રાખી. સ્વામી પ્રદીપ્તાનંદ મને દરરોજ બિલ્ડિંગના પાંચમા માળે લઈ જતા અને મારા પર દુષ્કર્મ આચરતા. મને પાંચ દિવસ સુધી આશ્રમમાં રાખવામાં આવી અને આ દરમિયાન અનેકવાર મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. જ્યારે હું ગર્ભવતી થઈ તો મને પ્રાઇવેટ નર્સિંગ હોમમાં લઈ જવામાં આવી અને ત્યાં મારો ગર્ભપાત કરાવડાવ્યો. ત્યારબાદ તેમણે મને ઘરે જતા રહેવાનું કહ્યું અને દર મહિને પૈસા મોકલશે તેવું પણ કહ્યું હતું. હું નોકરી મળવાની રાહ જોઈ રહી હતી, પરંતુ તેની બદલે મારૂ શોષણ થતું રહ્યું. જેના કારણે હું માનસિક રૂપે તૂટી ગઈ હતી. 13 જૂને મને બે લોકો મળવા આવ્યા અનમે મને ગાડીમાં બેસાડીને ધમકી આપી કે, હવે હું ક્યારેય સ્વામી પ્રદીપ્તાનંદનો સંપર્ક નહીં કરૂ અને બાદમાં મને ગાડીમાંથી ધક્કો મારીને નીચે ઉતારી દીધી.’

કાર્તિક મહારાજે આરોપોનો કર્યો ઈનકાર

મહિલાના આરોપ પર કાર્તિક મહારાજે કહ્યું કે, ‘આ બધા જ આરોપો પાયાવિહોણા છે. અમારા આશ્રમમાં મહિલાઓનું માતાઓની જેમ સન્માન કરવામાં આવે છે. જોકે, યોગ્ય સમયે આ બાબતે તમામ હકીકત સામે આવશે.’

આ પણ વાંચોઃ તેલ પછી, ભારતે રશિયન કોલસાની ખરીદીમાં વધારો કર્યો, આ મોટું કારણ છે

આ પણ વાંચોઃ આ ગામમાં ચાલુ વરસાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગ્રામજનો વચ્ચે પહોંચ્યા!

Back to top button