ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પદ્મ એવોર્ડ્સ 2026: પ્રેશર કુકર દ્વારા રસોડામાં ક્રાંતિ લાવનાર ‘કિચન મોગુલ’ ટીટી જગન્નાથનને મરણોત્તર પદ્મ શ્રી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026:   ‘કિચન મોગુલ’ તરીકે ઓળખાતા ટીટી જગન્નાથનને પદ્મ શ્રી પુરસ્કારથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે. ટીટીકે પ્રેસ્ટિજ ગ્રુપના મુખ્ય રહેલા ટીટી જગન્નાથને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

ટીટી જગન્નાથનનું ગયા વર્ષના ઓક્ટોબરમાં અવસાન થયું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, તેમણે ઉદ્યોગ સાથે-સાથે આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ અવસાન સમયે ટીટીકે પ્રેસ્ટિજના ચેરમેન એમેરિટસ હતા અને 77 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

50 વર્ષ સુધી પ્રેસ્ટિજના બોર્ડમાં સેવા

ટીટી જગન્નાથન લગભગ 50 વર્ષ સુધી ટીટીકે પ્રેસ્ટિજના બોર્ડના સભ્ય રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ પ્રેસ્ટિજ પ્રેશર કુકર ભારતના ઘર-ઘરમાં ઓળખાય તેવી બ્રાન્ડ બની. તેમણે ટીટીકે ગ્રુપને ફરીથી ઊભું કર્યું અને કંપનીને કર્જમુક્ત બનાવી.

તેમણે પ્રેસ્ટિજને માત્ર એક પ્રેશર કુકર ઉત્પાદકમાંથી આગળ વધારીને સંપૂર્ણ ‘કિચન સોલ્યુશન્સ’ બ્રાન્ડમાં ફેરવી, જેમાં આજે કુકવેરથી લઈને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ સુધીના અનેક ઉત્પાદનો સામેલ છે.

GRS સેફ્ટી સિસ્ટમ અને વૈશ્વિક ઓળખ

ટીટી જગન્નાથને પ્રેશર કુકર માટે GRS (ગેસ રિલીઝ સિસ્ટમ) સુરક્ષા તંત્રનું આવિષ્કાર કર્યું હતું, જેને કારણે રસોડામાં સલામતીના ધોરણો બદલાઈ ગયા. તેમના નેતૃત્વમાં ભારતીય કિચનવેરને વૈશ્વિક બજારમાં નિકાસ કરવામાં આવી અને પ્રેસ્ટિજને અમેરિકા અને યુકે જેવા દેશોમાં મજબૂત ઓળખ મળી.

રસોઈ પ્રત્યેનો શોખ અને પ્રેરણા

ટીટી જગન્નાથનને રસોઈ કરવાનો ખૂબ શોખ હતો. તેઓ માનતા હતા કે નવીનતાની પ્રેરણા તેમને હંમેશા રસોડામાંથી જ મળતી હતી. તેમણે પોતાની લોકપ્રિય પુસ્તક *“Disrupt And Conquer – How TTK Prestige Became A Billion Dollar Company”*માં કંપનીની સફર અને નવીન પ્રયાસો વિશે વિગતે લખ્યું છે.

શૈક્ષણિક રીતે, તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ત્યારબાદ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઓપરેશન્સમાં પીએચડી પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો : Republic Day 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, કર્તવ્ય પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત

Back to top button