Oscars 2026: ઓસ્કર પુરસ્કારોમાં ભારતની દાવેદારી કોણ કરશે? પ્રિયંકા ચોપડા મંચ પર ભજવશે ખાસ ભૂમિકા
Oscars 2026: આજે એટલે કે 16 માર્ચ 2026 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 98મા એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026) નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે પ્રખ્યાત કોમેડિયન કોનન ઓ’બ્રાયન (Conan O’Brien) હોસ્ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ વખતે મુખ્ય સ્પર્ધા 16 નોમિનેશન મેળવનાર ફિલ્મ ‘સિનર્સ’ અને 13 નોમિનેશન મેળવનાર ‘વન બેટલ આફ્ટર અનધર’ વચ્ચે જોવા મળી રહી છે.
લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
- લાઈવ સ્ટ્રીમિંગ: ભારતમાં આ એવોર્ડ શોનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર સવારે 4:30 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.
- ટીવી પ્રસારણ: સ્ટાર મૂવીઝ, સ્ટાર મૂવીઝ સિલેક્ટ અને કલર્સ ઇન્ફિનિટી પર લાઈવ જોઈ શકાય છે.
- રિપીટ ટેલિકાસ્ટ: જો તમે લાઈવ જોવાનું ચૂકી ગયા હોવ, તો આજે (16 માર્ચ) રાત્રે 9:00 વાગ્યે આ ચેનલો પર ફરીથી પ્રસારણ કરવામાં આવશે.
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા એવોર્ડ પ્રેઝન્ટ કરશે
ભારત માટે ગર્વની વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનસ આ વર્ષે પ્રતિષ્ઠિત પ્રેઝન્ટર્સની યાદીમાં સામેલ છે. તે રોબર્ટ ડાઉની જુનિયર અને એની હેથવે જેવા હોલીવુડના દિગ્ગજ સિતારાઓ સાથે ઓસ્કારના સ્ટેજ પર એવોર્ડ આપતી જોવા મળશે.
ભારત માટે શું છે ખાસ?
જોકે ભારતની સત્તાવાર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ (Homebound) અંતિમ નોમિનેશનમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ ભારતીય મૂળના કલાકારોએ મજબૂત હાજરી નોંધાવી છે. ભારતીય મૂળની ફિલ્મ નિર્માતા ગીતા ગાંધીભીરે ઈતિહાસ રચ્યો છે. તે એક જ વર્ષમાં બે અલગ-અલગ ડોક્યુમેન્ટ્રી (‘ધ પરફેક્ટ નેબર’ અને ‘ધ ડેવિલ ઇઝ બિઝી’) માટે નોમિનેશન મેળવનાર પ્રથમ મહિલા બની છે.
એલિજિબિલિટી લિસ્ટમાં ભારતીય ફિલ્મો:
‘કાંતારા: એ લિજેન્ડ – ચેપ્ટર 1’, ‘તન્વી ધ ગ્રેટ’ અને ‘મહાવતાર નરસિમ્હા’ જેવી ફિલ્મોએ ‘બેસ્ટ પિક્ચર’ની એલિજિબિલિટી લિસ્ટમાં સ્થાન મેળવીને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચોઃ ‘દર બીજા સીનમાં મને બ્રા માં બતાવવા ઈચ્છતા અને પછી કિસ…’ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચોઃ જૂના કપડાં વેચીને કમાઓ પૈસા: વાસણવાળાને આપવાને બદલે આ પોર્ટલ્સ પર વેચો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












