NPCIનો નવો નિયમ, હવે UPI એપ્સમાં નહીં દેખાય તમારો સંપૂર્ણ મોબાઇલ નંબર

NPCI : NPCI એ Google Pay, PhonePe, Paytm જેવા UPI એપ્સ અને પાર્ટનર બેંકો માટે નવું સર્ક્યુલર બહાર પાડ્યું છે. આ નવું સર્ક્યુલર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમો હેઠળ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં યુઝરનો આખો મોબાઈલ નંબર ડિસ્પ્લે (જાહેર) ન કરવાની વાત કહેવામાં આવી છે. આના માટે NPCI એ UPI સર્વિસ પ્રોવાઈડર્સ અને બેંકોને 4 સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન (સમયસીમા) આપી છે.
શું છે NPCI નો આદેશ?
રિપોર્ટ મુજબ, NPCI એ UPI નો ઉપયોગ કરતા યુઝર્સના મોબાઈલ નંબર અને અંગત ડેટાને સુરક્ષિત રાખવા માટે આ નવો આદેશ જાહેર કર્યો છે. આ અંગે એજન્સીએ ગયા મહિને જ એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે UPI યુઝરના મોબાઈલ નંબરને માસ્ક (Mask) કરવામાં આવે એટલે કે છુપાવવામાં આવે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ઘણા યુઝર્સે NPCI ને આ અંગે ફરિયાદો કરી હતી, ખાસ કરીને મહિલાઓની પ્રાઇવસી, ઓળખ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
NPCI એ પોતાના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે બેંકો અને UPI એપ્સે યુઝરની પ્રાઇવસીનું ધ્યાન રાખવું પડશે. યુઝરની માહિતી ખાસ કરીને UPI આઈડી, મોબાઈલ નંબર અને એકાઉન્ટ નંબરને દરેક કસ્ટમર ફેસિંગ ઇન્ટરફેસ (કસ્ટમરને દેખાતા સ્ક્રીન) માં માસ્ક કરવામાં આવે એટલે કે છુપાવવામાં આવે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે QR કોડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનમાં બીજી પાર્ટીને યુઝરના મોબાઈલ નંબરના માત્ર છેલ્લા 4 અંક (ડિજિટ) જ દેખાવા જોઈએ. તેમજ પેમેન્ટ થઈ ગયા પછી પણ મોબાઈલ નંબર છુપાયેલો જ રહેવો જોઈએ.
UPI એપ્સ પ્રાઇવસીનું ધ્યાન રાખે
આટલું જ નહીં, NPCI એ પોતાના આદેશમાં એ પણ કહ્યું છે કે Paytm, Google Pay, PhonePe જેવી UPI એપ્સે મોબાઈલ નંબર સિવાયની (યુઝરનેમ આધારિત) UPI આઈડી બનાવવાનો વિકલ્પ આપવો જોઈએ, જેથી યુઝર્સ હંમેશા યુઝરનેમનો જ ઉપયોગ કરી શકે. હાલમાં મોટાભાગના યુઝર્સ પોતાની UPI આઈડી તરીકે મોબાઈલ નંબરનો જ ઉપયોગ કરે છે, કારણ કે તેમને યુઝરનેમ આધારિત આઈડી બનાવવા વિશે ખબર જ નથી હોતી.
NPCI ના આ આદેશને કારણે યુઝર્સને ભવિષ્યમાં થતા ટ્રાન્ઝેક્શનમાં મોબાઈલ નંબર સહિતની અન્ય અંગત માહિતી કોઈના હાથમાં જવાનો ડર રહેશે નહીં. તેમનો મોબાઈલ નંબર છુપાયેલો રહેશે, જેથી સામેવાળી વ્યક્તિ તેમને કોલ કે મેસેજ કરીને પરેશાન ન કરી શકે. યુઝરના પર્સનલ ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી માટે આ એક મોટું પગલું છે.
ગયા મહિને UPI ને લગતા એક બીજા સમાચાર પણ સામે આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે NPCI એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝર્સને એક જ જગ્યાએ તમામ ઓટોમેટિક પેમેન્ટ્સ (Automatic Payments) જોવા મળશે. આ ફીચર આવવાથી યુઝર્સની સાથે સાથે બેંકોને પણ ફાયદો થશે. યુઝર્સને માત્ર એક જ UPI એડ્રેસ કે એપમાં પોતાની તમામ એપ્સના ઓટોમેટિક પેમેન્ટ્સની માહિતી મળી શકશે.
આ પણ વાંચો :વોટ્સએપની આ 10 સેટિંગ્સ આજે જ બદલી નાખો, સ્કેમર્સ તમને નહીં બનાવી શકે ટાર્ગેટ
આ પણ વાંચો :ઓગસ્ટમાં બેંકના કામ છે? પહેલાં જાણી લો કયા દિવસે રહેશે રજા












