હવે PF બેલેન્સ ચેક કરવા માટે UMANG એપની જરૂર નથી, Digilocker પર મળશે સમગ્ર વિગત

નવી દિલ્હી, 21 જુલાઇ, 2025: એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ હવે પોતાની સેવાઓ Digillocker app પર પણ ઉપલબ્ધ કરાવી છે. આ કારણે, એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા સબ્સ્ક્રાઇબર્સ ગમે ત્યાંથી પીએફ બેલેન્સ અને પાસબુક ચકાસી શકે છે. આ ઉપરાંત, યુએએન કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) અને સ્કીમ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોમાં પણ હવે ડિજિટલી એક્સેસ કરી શકાય છે.
હવે UMANG એપની જરૂર નહીં પડે
અત્યાર સુધી તમારે PF પાસબુક જોવા માટે UMANG એપ પર જવું પડતું હતું, પરંતુ EPFOએ 17 જુલાઈના રોજ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે હવે તમે DigiLocker દ્વારા સીધી બધી માહિતી મેળવી શકશો. જોકે, iOS વપરાશકર્તાઓએ હજુ પણ UMANG એપનો ઉપયોગ કરવો પડશે. 16 જુલાઈના રોજ બીજી અપડેટ આપતા, EPFOએ કહ્યું કે હવે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)નું વેરિફિકેશન ઉમંગ એપમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ કરી શકાય છે. આ પ્રક્રિયા સરળ, સલામત અને સંપૂર્ણપણે ડિજિટલ છે.
UAN એક્ટિવેશન શા માટે જરૂરી છે?
UAN એક્ટિવેશન ફક્ત EPFO સેવાઓ માટે જ જરૂરી નથી, પરંતુ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો લાભ લેવા માટે પણ ફરજિયાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજના હેઠળ, સરકાર ચાર કરોડ યુવાનોને રોજગાર અને કૌશલ્ય તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે. આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવ્યું છે.
EPFOએ તેના સબ્સ્ક્રાઇબર્સને તેમના UANને એક્ટીવ કરવા અને આધારને બેંક ખાતા સાથે લિંક કરવા કહ્યું છે જેથી બધી સેવાઓ અને યોજનાઓ ડિજિટલ રીતે મેળવી શકાય. જો તમે UANને એક્ટીવ નહીં કરો, તો તમે EPFOની ઘણી મહત્વપૂર્ણ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.
UMANG એપ દ્વારા UAN એક્ટીવેશન
- તમારા મોબાઇલ પર UMANG એપ ઇન્સ્ટોલ કરો અને તેને ખોલો.
- ‘EPFO’ સેવા વિભાગમાં જાઓ.
- ‘UAN સક્રિયકરણ’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો UAN નંબર, નામ, જન્મ તારીખ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
- ‘Get OTP’ પર ક્લિક કરો અને OTP દાખલ કરો.
- હવે ‘ફેસ ઓથેન્ટિકેશન’ નો વિકલ્પ પસંદ કરો.
- એપ પરનો કેમેરો ચાલુ થશે અને તમારો ચહેરો સ્ક્રીન પર સ્કેન થશે.
- વેરિફિકેશન પછી, તમારું UAN એક્ટીવેટ થશે.
આ પણ વાંચોઃ શેરબજારમાં લાગી લોટરી! આ રાજ્યના સીએમની પત્નીને એક જ દિવસમાંથી 79 કરોડની મોટી કમાણી












