ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Anti Trump Protests In America: ઈરાન પર હુમલો કરી ટ્રમ્પ પોતાના જ દેશમાં ફસાયા, હજારો લોકો રસ્તા પર ઉતર્યા, વિરોધ શરુ

Anti Trump Protests In America: ઈરાનની પરમાણુ સાઈટ પર અમેરિકન સેનાના હુમલા બાદ ટ્રમ્પનો વિરોધ શરૂ થઈ ગયો છે. સમગ્ર અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ઈરાન વિરુદ્ધ ટ્રમ્પના પગલાને લઈને દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક દેશોએ આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે, જ્યારે કેટલાક દેશોએ તેની નિંદા કરી છે. અમેરિકામાં પણ બે જૂથો છે અને જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેઓ હવે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શનની શક્યતાને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે.

ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ક્યાં થઈ રહ્યા છે?

એક અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસની બહાર અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં એકત્ર થયેલી ભીડ ‘ઈરાન વિરુદ્ધ યુદ્ધ નહીં’ ના નારા લગાવી રહી છે. અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ 50501 આંદોલન શરૂ થયું છે, જેનો અર્થ એ છે કે અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ 50 વિરોધ પ્રદર્શનો યોજાવાના છે. પ્રદર્શન માટે આંદોલન હેઠળ કામદારોને એક કરવામાં આવી રહ્યા છે. દેશભરના ઘણા શહેરો અને રાજ્યોમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો

અહીં ઉલ્લેખનિય છે કે 21 જૂને મોડી રાત્રે અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર મિસાઇલો છોડવામાં આવી હતી. જોકે ત્રણ પરમાણુ સ્થળોમાંથી કોઈ પરમાણુ રેડિયેશન નહોતું, પરંતુ ત્રણેય સ્થળોને ઘણું નુકસાન થયું હતું.

આ હુમલા પછી, વિશ્વના ઘણા દેશોએ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની નિંદા કરી છે, કારણ કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાના એન્ટ્રી ઘણા દેશો માટે તણાવ વધી ગયો છે. જો અમેરિકા ફરીથી ઈરાન પર હુમલો કરે છે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. એટલા માટે વિશ્વના ઘણા દેશો અમેરિકાને યુદ્ધથી દૂર રહેવાનું કહી રહ્યા છે. અમેરિકાને યુદ્ધવિરામ લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકા પર કંટ્રોલ કરવા માટે UNSCમાં બોલાવી તાત્કાલિક બેઠક, રશિયા, ચીન અને પાકિસ્તાને પ્રસ્તાવ રજૂ કર્યો

Back to top button