Stock Market: સેન્સેક્સ 77,409.98 પર જ્યારે નિફ્ટી 24,168 પર બંધ

Stock Market: ભારતીય શેરબજારમાં 18 જૂને ઉતાર-ચઢાવભર્યા કારોબાર બાદ અંતે મામુલી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. બજારમાં રોકાણકારોની ખરીદીના કારણે મુખ્ય ઈન્ડેક્સમાં સામાન્ય વધારો નોંધાયો હતો.
કારોબારના અંતે સેન્સેક્સ 130.79 પોઈન્ટ એટલે કે 0.33 ટકા વધીને 77,409.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 82.30 પોઈન્ટ એટલે કે 0.34 ટકા વધીને 24,168ના સ્તરે બંધ થયો હતો.
આજે નિફ્ટીમાં સૌથી વધુ તેજી જોવા મળેલા શેરોમાં મેક્સ હેલ્થકેર, ઈન્ટરગ્લોબ એવિએશન, ટ્રેન્ટ, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને NTPC સામેલ રહ્યા હતા. બીજી તરફ ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર અને TCSના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
આ સેક્ટરમાં જોવા મળી ખરીદી
IT, એનર્જી અને મેટલ સિવાય મોટાભાગના સેક્ટરલ ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. મીડિયા, ફાર્મા, PSU બેંક, પ્રાઈવેટ બેંક અને રિયલ્ટી સેક્ટરમાં લગભગ 0.5 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી હતી.
આ ઉપરાંત નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 0.4 ટકાનો વધારો નોંધાયો હતો.
રેડિંગ્ટનના શેરમાં જોરદાર ઉછાળો
રેડિંગ્ટનના શેરમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 8.60 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો. રેડિંગ્ટનનો શેર 21.40 રૂપિયા વધીને 270.25 રૂપિયા પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન શેરે 275 રૂપિયાનો ઈન્ટ્રાડે હાઈ અને 251 રૂપિયાનો લો બનાવ્યો હતો.
રેડિંગ્ટનના શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ પણ સામાન્ય કરતા ઘણું વધારે રહ્યું હતું. શેરમાં 11.23 લાખથી વધુ શેરનું ટ્રેડિંગ થયું, જે પાંચ દિવસના સરેરાશ વોલ્યુમ કરતા 463.06 ટકા વધુ હતું. રોકાણકારોની નજર હવે વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને આગામી આર્થિક આંકડાઓ પર રહેશે.












