ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ NDA ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણન વિજેતા, 452 પ્રથમ પસંદગીના મત કર્યા હાંસલ

નવી દિલ્હી: 9 સપ્ટેમ્બર, 2025: Vice President Election Result: NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું કે, તેમને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા છે. વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 પ્રથમ પસંદગીના મત મળ્યા છે. આમ રાધાકૃષ્ણનનો વિજય સ્પષ્ટ માર્જિનથી નક્કી થયો છે.
#WATCH | Delhi: PC Mody, Secretary-General, Rajya Sabha says, “NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan got 452 first preference votes. He has been elected as the Vice President of India… Opposition’s vice-presidential candidate Justice Sudershan Reddy secured… pic.twitter.com/hW7dUY0yfi
— ANI (@ANI) September 9, 2025
નોંધનીય છે કે, ઈન્ડિયા ગઠબંધને દાવો કર્યો હતો કે, તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હશે. તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની હતી.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશનું હવાઈ સર્વેક્ષણ કર્યું, ₹1500 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી
આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ કેમ ખાસ શાહીવાળી પેનથી જ કરવામાં આવે છે આ મતદાન? જાણો શું છે તેનું મહત્ત્વ












