ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો, MLAએ ખામેનેઈના પોસ્ટર લહેરાવ્યા

JKNC MLAs protest in the J&K Assembly: જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં આજે (27 માર્ચ 2026) કાર્યવાહી શરુ થવા પહેલા જ હોબાળો મચી ગયો હતો.

NC અને PDPના ધારાસભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો

નેશનલ કોન્ફરન્સ (NC) અને પીડીપી (PDP)ના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિધાનસભા પરિસરમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્યોએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની તસવીરો હાથમાં લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.

સૂત્રોચ્ચાર કરીને સદન માથે લીધુ

જેવી જ સદનની કાર્યવાહી શરુ થવાની હતી, ત્યાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વેલમાં ઉતરીને ઈઝરાયલ મુર્દાબાદ અને અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર કરીને સદન માથે લીધુ હતું. આ દેખાવનું નેતૃત્ત્વ એનસી નેતા તનવીર સાદિક અને અન્ય ધારાસભ્યોએ ઈરાન પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીને ઈઝરાયલના હુમલાની આકરી ટીકા કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સદનની કાર્યવાહી 30 મિનિટ સુધી સ્થગિત

વિધાનસભામાં સત્તા પક્ષ અને વિપક્ષના કેટલાક ધારાસભ્યોના આવા વલણને કારણે સદનની કાર્યવાહી 30 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ એનસીના ધારાસ્ભ્યો દ્વારા આ મુદ્દે ચર્ચા માટે સદનમાં સ્થગન પ્રસ્તાવ (Adjournment Motion) પણ પેશ કરવામાં આવ્યો હતો. જે રીતે વિધાનસભાની અંદર અને બહાર હોબાળો અને સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે તેનાથી સાફ છે કે આજે સદનમાં અન્ય કોઈ કાર્યવાહી પર ચર્ચા થવી મુશ્કેલ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : લોકડાઉનને લઈને સરકારની સ્પષ્ટતા, જાણો હરદીપ પુરીએ શું કહ્યું?

Back to top button