સનાતની ભાઈ-બહેનોના પ્રેમ અને મતથી જ મારી જીત શક્ય બની,… તમે નિર્ભય થઈને પૂજા-પાઠ કરો: બીએનપીના 2 સાંસદોએ આપ્યો ભરોસો

ઢાકા, 15 ફેબ્રુઆરી 2026 : બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં ઠાકુરગાંવ-3થી નવનિર્વાચિત બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના સાંસદ જહીદુર રહમાને હિંદુઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાની જીતની ક્રેડિટ હિંદુ મતદાતાઓને આપી છે. જહીદુર રહમાને હિંદુ સમુદાયને આ અપાર સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હિંદુઓનો વિશ્વાસ જ મારી સૌથી મોટી તાકાત બન્યો છે. આ જ રીતે પંચગઢ-2થી સાંસદ ફરહાદ હુસૈન આઝાદે પણ હિંદુઓનો આભાર માન્યો અને તેમને નિર્ભય તથા સુરક્ષિત રહેવાનો ભરોસો આપ્યો છે.
At Panchagarh 2- Newly Elected MP Of BNP Farhad Hossain Azad After Winning Meets Local Hindus, Thank Them Specially.
He Said U Will Do Ur Festivities, Business And All With Full Peace I Hope. I Will Treat Every Constituents Equally, But Obviously I Will Look After Sanatanis… pic.twitter.com/t7ZfAPKiE8
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) February 14, 2026
સનાતની ભાઈ-બહેનોએ જ મારી જીત સુનિશ્ચિત કરી
જહીદુર રહમાને કહ્યું, “મારી જીત અમારા સનાતન ભાઈઓ-બહેનોના પ્રેમ અને મતથી જ શક્ય બની છે. તેમનો વિશ્વાસ મારી સૌથી મોટી તાકાત બન્યો છે.” તેમણે આગળ કહ્યું કે ઠાકુરગાંવ-3 વિસ્તારમાં હિંદુ સમુદાયે બીએનપીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું અને ચૂંટણીમાં તેમની ભાગીદારીએ પાર્ટીને નિર્ણાયક બહુમતી અપાવી. તેમણે વચન આપ્યું કે તેઓ સંસદમાં અલ્પસંખ્યક સમુદાયોના અધિકારો, સુરક્ષા અને સન્માનજનક જીવન માટે મજબૂત અવાજ ઉઠાવશે. આ નિવેદન બાંગ્લાદેશમાં તાજેતરની ચૂંટણીઓ બાદ અલ્પસંખ્યક સમુદાયો પ્રત્યે બીએનપીના વલણને દર્શાવે છે, જ્યાં પાર્ટીએ 212 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જહીદુર રહમાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ઘણા લોકોએ તેમની સંવેદનશીલતાની પ્રશંસા કરી છે.
બાંગ્લાદેશમાં બીએનપીને 212 બેઠકો મળી
બાંગ્લાદેશના હિંદુઓએ મોટા પાયે બીએનપીને સમર્થન આપ્યું છે. આવામી લીગની ગેરહાજરીમાં હિંદુ સમુદાયોએ ખુલ્લેઆમ બીએનપીના સમર્થનમાં મતદાન કર્યું છે. આનાથી બીએનપીને 13મી સંસદીય ચૂંટણીમાં 299માંથી 212 બેઠકો મળી છે (અલગ-અલગ અહેવાલો અનુસાર 209થી 212 વચ્ચે). તારિક રહમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
પંચગઢ-2થી બીએનપી સાંસદે હિંદુઓને નિર્ભય રહેવાનો ભરોસો આપ્યો
પંચગઢ-2થી બીએનપીના નવનિર્વાચિત સાંસદ ફરહાદ હુસૈન આઝાદે જીત બાદ સ્થાનિક હિંદુઓ સાથે મુલાકાત કરી અને ખાસ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મને આશા છે કે તમે તમારા તહેવારો, પૂજા-પાઠ, વેપાર અને તમામ કાર્યો શાંતિપૂર્વક મનાવી શકશો. હું તમામ મતદાતાઓ સાથે સમાન વર્તન કરીશ, પરંતુ જાહેર છે કે હું સનાતનીઓનું ખાસ ધ્યાન રાખીશ. કારણ કે તમારા મત વિના મારા માટે અહીં જીતવું શક્ય નહોતું.” તેમણે કહ્યું કે પંચગઢ-2માં, તમામ સર્વે અને વિશ્લેષણમાં જમાતને મજબૂત દાવેદાર ગણાવવામાં આવતી હતી, પરંતુ દેબીદાર અને બોડા ઉપજિલ્લામાં મને ખબર હતી કે હિંદુ જ બીએનપીને બચાવશે. બોડામાં બોધેશ્વરી મંદિર નામનું શક્તિપીઠ છે, જ્યાં મેં 2022માં દર્શન કર્યા હતા.
આ પણ વાંચો : સીરિયામાં અમેરિકાનો મોટો હુમલો: 15 દિવસમાં ISISના 30 ઠેકાણાઓ પર 10 એટેક, US આર્મીએ જણાવ્યું કારણ












