‘370 બિરયાની’ વિવાદ: પ્રણિત મોરેના સમર્થનમાં આવ્યા મુનાવર ફારુકી, લોકોને ટ્રોલિંગ બંધ કરી શાંત થવા અપીલ કરી
Pranit More Controversy: સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક શો દરમિયાન “370 બિરયાની” અને મહિલાઓ અંગે થયેલી વાંધાજનક ટિપ્પણીને કારણે ભારે વિવાદોમાં ઘેરાયેલા છે. સોશિયલ મીડિયા પર તેમને સતત કડક ટીકાઓ અને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દા પર હવે દેશના જાણીતા હાસ્ય કલાકાર અને ‘બિગ બોસ’ વિજેતા મુનાવર ફારુકીએ પોતાનું નિવેદન જાહેર કરીને આ વિવાદને વળાંક આપ્યો છે. મુનાવરે લોકોને આ મામલાને વધુ ન ખેંચવા અને ટ્રોલિંગનો અહીં જ અંત લાવવા માટે આગ્રહભરી અપીલ કરી છે.
“તેણે જે કર્યું તેની ભારે કિંમત ચૂકવી દીધી છે, હવે થોભો”
મુનાવર ફારુકીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો સ્ટોરી શેર કરીને આ વિષય પર વિગતવાર વાત કરી હતી. મુનાવરે કહ્યું, “મને લાગે છે કે આપણે બધાએ હવે રોકાઈ જવું જોઈએ. હાસ્ય કલાકારે જે કહ્યું તે ખૂબ જ ખોટું અને અયોગ્ય હતું. હું પણ તેની વાતો સાથે બિલકુલ સહમત નથી અને મને પણ તે ગમ્યું નહોતું. પરંતુ દરેક વસ્તુની એક ચોક્કસ મર્યાદા હોય છે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેમણે ઉમેર્યું કે, પ્રણિત સામે એફઆઈઆર (FIR) દાખલ થઈ ચૂકી છે, તેની નોકરી જતી રહી છે, કરિયર જોખમમાં છે અને સામાજિક પ્રતિષ્ઠા પણ નાશ પામી છે. તેણે પોતાની ભૂલની બહુ મોટી કિંમત ચૂકવી દીધી છે. તેથી હવે માત્ર સંતોષ ખાતર તેને વારંવાર નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ.
શું હતો સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત પ્રણિત મોરેના એક શોના વાયરલ વીડિયોથી થઈ હતી. શો દરમિયાન ઓડિયન્સમાં બેઠેલા એક પુરુષ દર્શકે મહિલાઓ વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતા સંકેત આપ્યો હતો કે, 370 રૂપિયા ખર્ચ્યા બાદ તેને શારીરિક સંબંધ બાંધવાનો અધિકાર મળવો જોઈએ. પ્રણિત મોરે આ સંવાદનો વિરોધ કરવાને બદલે સ્ટેજ પર હસતા જોવા મળ્યા હતા, જેને કારણે નેટીઝન્સમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મુનાવરે પોતાના નિવેદનના અંતમાં જણાવ્યું કે, કાયદાકીય રીતે જે કાર્યવાહી થવાની છે તે ચોક્કસ થશે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા માનસિક દબાણને હવે અટકાવવું જોઈએ, જેથી સ્થિતિ વધુ ગંભીર ન બને.
આ પણ વાંચો: 30 વર્ષની પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ આત્મહત્યા કરી, ઘરમાં સાડીથી ગળે ફાંસો ખાધો












