મુંબઈ દહીં હાંડી સ્પર્ધામાં 10 માળ ઊંચુ માનવ પિરામિડઃ જોગેશ્વરી ટીમે બનાવ્યો રેકોર્ડ

મહારાષ્ટ્રઃ 16 ઓગસ્ટ, 2025: Janmashtami Dahi Handi World Record: દેશભરમાં આજે જન્માષ્ટમીનો તહેવાર પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ દહીં હાંડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે બધાની નજર મહારાષ્ટ્રના મુંબઈમાં દહીં હાંડી સ્પર્ધા પર ટકેલી હોય છે. આ વખતે મુંબઈના જોગેશ્વરી ગોવિંદા ગ્રુપે દહીં હાંડી સ્પર્ધામાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ટીમે 10 માળની ઈમારત જેટલો ઊંચો માનવ પિરામિડ બનાવીને નવો ઈતિહાસ રચ્યો છે. 2025નો આ પહેલો 10 માળનો વર્લ્ડ રેકોર્ડ છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકના સંસ્કૃતિ દહીં હાંડી કાર્યક્રમમાં આ ગ્રુપે 10 થરનો માનવ પિરામિડ બનાવીને ઈતિહાસ રચ્યો. મંત્રી પ્રતાપ સરનાઇકે આ સફળતા પર ખુશી વ્યક્ત કરી.
આ પહેલાં જોગેશ્વરીના જય જવાન મિત્ર મંડળે બનાવ્યો હતો રેકોર્ડ
મંત્રીએ જણાવ્યું હતું કે, આ એક અનોખો રેકોર્ડ છે. આ પહેલાં જોગ્શ્વરીના જ જય જવાન મિત્ર મંડળ ગોવિંદા ગ્રુપે સતત 5 વર્ષ 9 થર એટલે 9 માળની ઊંચાઈવાળું હ્યુમન પિરામિડ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2025ની પહેલી દહીં હાંડીમાં જોગેશ્વરીના ગોવિંદા ગ્રુપે 20 માળનો માનવ પિરામિડ બનાવીને ઈતિહાસ રચી દીધો છે.

પરિવહન મંત્રી દ્વારા આયોજિત સ્પર્ધામાં બન્યો રેકોર્ડ
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં દહીં હાંડી ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે અને આ વર્ષે પહેલો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ ઠાણેમાં બન્યો હતો. જોગેશ્વરીના કોકણ નગર ગોવિંદા ગ્રુપે 10 માળનો માનવ પિરામિડ બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ રોમાંચક ઘટના ઠાણેની સંસ્કૃતિ દહીંહાંડી ઉત્સવમાં જોવા મળી હતી, જેનું આયોજન પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇક કરે છે.
The Dahi Handi festivities in Maharashtra witnessed a historic moment as Jogeshwari’s Konkan Nagar Govinda Pathak set a world record by forming a 10-tier human pyramid. The feat was achieved during the Sanskruti Dahi Handi festival in Thane, hosted by Minister Pratap Sarnaik.🙏🏼 pic.twitter.com/hGYB0JzzPK
— Krishna Kant Mishra (@KKMishraOffice) August 16, 2025
આ ફક્ત રેકોર્ડ નહીં, એકાગ્રતા અને ટીમ વર્કનું પ્રતિક
આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ 2025નો પહેલો 10 માળનો પિરામિડ છે, જેણે વર્લ્ડ રેકોર્ડની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વિજય પછી, સમગ્ર મેદાનમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં હાજર પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ અભૂતપૂર્વ પ્રદર્શન માટે ગોવિંદા ગ્રુપની પ્રશંસા કરી હતી. આ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ એકાગ્રતા, ટીમવર્ક અને સંગઠનનું પ્રતીક છે.
વર્લી વિસ્તારમાં ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ સક્રિય
મુંબઈના રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ વર્લી વિસ્તારમાં દહીં હાંડીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે, વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે દિવસભર ઘણી જગ્યાએ મુલાકાત લેતા અને તેમના વિસ્તારની દહીં હાંડી પરંપરા અને ઈતિહાસનો ભાગ બનતા જોવા મળે છે. વળી, એન. એમ જોશી માર્ગ પર ગોવિંદા ગ્રુપ પહોંચીને સલામી આપી રહ્યા છે અને ટીમ પુરસ્કાર પણ મેળવી રહી છે.
આ પણ વાંચોઃ BCCIએ લીધો મોટો નિર્ણય, ઘરેલુ ક્રિકેટમાં આ નવો નિયમ લાગુ કર્યો
આ પણ વાંચોઃ અમેરિકાએ યુક્રેનને ‘નાટો જેવી’ સુરક્ષાની ગેરંટીની ઓફર કરી, રિપોર્ટમાં દાવો












