ઇમરાનની ધરપકડથી સમર્થકો ગુસ્સે ભરાયા, દેશભરમાં કલમ 144 લાગુ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાન રેન્જર્સે મંગળવારે કોર્ટ રૂમમાંથી જ ધરપકડ કરી હતી અને બુધવારે NAB કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેના માટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)એ તેમને ઘણી વખત સમન્સ પાઠવ્યા છે. ઈમરાન ખાનને રાવલપિંડીમાં NAB ઓફિસ લઈ જવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન તેમના જામીન રિન્યૂ કરવા માટે કોર્ટમાં હતા ત્યારે રેન્જર્સે NABની વિનંતી પર ધરપકડ કરી હતી. સમગ્ર દેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં કલમ 144 લાગુ : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ જોઈ શકાય છે.મામલાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને પોલીસ સ્પષ્ટપણે કહે છે કે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે અલ કાદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો: પેશાવરમાં રેડિયો પાકિસ્તાનની ઈમારતમાં આગ લાગી છે. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ તોડફોડ કરી છે અને ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા છે. અનેક જગ્યાએ ટાયરો સળગાવીને દેખાવો પણ થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ધરપકડ