ટ્રેન્ડિંગનેશનલ

‘પત્ની સંબંધ નથી બાંધીતી…’ પતિની વર્જિનિટી ટેસ્ટની ડિમાન્ડ પર હાઇકોર્ટનો ઇનકાર

મધ્ય પ્રદેશઃ 28 જાન્યુઆરી, 2026:  મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં એક વ્યક્તિની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાની પત્નીની મેડિકલ તપાસની માંગ કરી હતી. પતિનું કહેવું હતું કે પત્ની તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે, જે તે મેડિકલ તપાસ દ્વારા સાબિત કરવા માંગતો હતો.

હાઈકોર્ટનું કડક વલણ: આ વર્જિનિટી ટેસ્ટ સમાન છે અહેવાલ અનુસાર, 21 જાન્યુઆરીના રોજ આદેશ આપતા જસ્ટિસ વિવેક જૈને જણાવ્યું કે, મેડિકલ તપાસની આ માંગ બીજું કંઈ નહીં પણ પત્નીના ‘વર્જિનિટી ટેસ્ટ’ની માંગ છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે મહિલાના હાઈમેન (Hymen) ની સ્થિતિ એ સાબિત કરવા માટે પુરાવો ન હોઈ શકે કે તેણે ક્યારેય શારીરિક સંબંધ બાંધ્યા છે કે નહીં.

અદાલતે આપ્યું તબીબી કારણ

અદાલતે અવલોકન કર્યું કે, તાજેતરના ન્યાયિક વલણો મહિલાઓની વર્જિનિટી તપાસની સખત વિરુદ્ધ છે. તબીબી રીતે એ સાબિત થઈ ચૂક્યું છે કે શારીરિક સંબંધો પછી પણ કેટલાક કિસ્સાઓમાં હાઈમેન અકબંધ રહી શકે છે. બીજી તરફ, અન્ય શારીરિક પ્રવૃત્તિઓ અથવા રમતગમતને કારણે પણ હાઈમેનને નુકસાન થઈ શકે છે. તેથી, હાઈમેનની હાજરી કે ગેરહાજરી પરથી પતિ-પત્ની વચ્ચે સંબંધ બંધાયા છે કે નહીં તે નક્કી કરી શકાય નહીં.

ફેમિલી કોર્ટે પણ આપી હતી દખલગીરીનો કર્યો ઇનકાર

પતિએ ફેમિલી કોર્ટમાં પત્ની પર ક્રૂરતાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, સંબંધ ન બાંધવો એ ક્રૂરતા સમાન છે. તેની સામે પત્નીએ પતિ પર દહેજ ઉત્પીડન અને અકુદરતી શારીરિક સંબંધના ગંભીર આરોપો લગાવ્યા હતા. ફેમિલી કોર્ટે ગયા મહિને મેડિકલ તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જેની સામે પતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેને નિષ્ફળતા મળી છે.

Back to top button