મુરેનામાં મોટી રેલ દુર્ઘટના: આગની અફવા બાદ લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા, બીજી ટ્રેનની અડફેટે આવતા 6 લોકોના મોત

Morena train accident: મધ્યપ્રદેશના મુરેનામાં એક ટ્રેન અકસ્માતથી હડકંપ મચી ગયો છે. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓ આગ લાગવાની અફવા સાંભળીને ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા, જેના કારણે ઘણા મુસાફરો વિરુદ્ધ ટ્રેક પર આવી રહેલી પાતાલકોટ ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. આ ઘટના મુરેનાના હેતમપુર સ્ટેશન પર બની હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રવિવાર (14 જૂન)ના રોજ સાંજે 4 વાગ્યે મુરેનાથી ધોલપુર માટે રવાના થઈ હતી. હેતમપુર સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. આ દરમિયાન ચાલતી ટ્રેનમાંથી મુસાફરો કૂદી પડ્યા અને તેઓ બીજી ટ્રેનની અડફેટે આવી ગયા.
Madhya Pradesh: A train accident occurred in Morena after passengers travelling on the Udaipur Intercity Express jumped off the train following rumours of a fire. Several passengers were hit by the approaching Patalkot on the main track. The incident took place near Hetampur… pic.twitter.com/LfSX6R4XE8
— IANS (@ians_india) June 14, 2026
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવે પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા છે.
આ પણ વાંચો: દીદીના હાથમાંથી સરકી TMC? ભૂપેન્દ્ર યાદવના ઘરે બળવાખોર સાંસદોની મોટી બેઠક, અલગ ગઠબંધનની તૈયારી












