

- 3400થી વધુ બેઠકો માટે 8.64 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
- રાજ્યમાં 2694 કેન્દ્રના 28,814 સેન્ટર પર પરીક્ષા યોજાશે
- તમામ સેન્ટરના વર્ગખંડ CCTVથી સજ્જ
આજે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પ્રિલીમ પરીક્ષા યોજાશે. જેમાં 3400 થી વધુ બેઠકો માટે રાજ્યભરના 8.64 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે રાજ્યમાં 2694 કેન્દ્રના 28,814 સેન્ટર પર પરીક્ષા યોજાશે. જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે પરીક્ષાર્થીઓની સાથે સિનિયર અધિકારી સહિત 64 હજારનો સ્ટાફ તૈનાત રહેશે.
અમદાવાદમાં 1.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદમાં 1.50 લાખ ઉમેદવારો તથા રાજકોટમાં 197 કેન્દ્રો પર 57000 ઉમેદવારો તેમજ સુરતમાં 216 કેન્દ્રો પર 74,940 ઉમેદવારો અને વડોદરામાં 227 કેન્દ્ર પર 80000 ઉમેદવારો તથા જૂનાગઢમાં 74 કેન્દ્ર પર 24000 ઉમેદવારો અને મહેસાણામાં 142 કેન્દ્ર પર 48000 ઉમેદવારો પરીક્ષા આપશે.
ગુજરાત તલાટીની પરીક્ષા માટે કેટલાંક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેની પણ ઉમેદવારોએ કાળજી રાખવી પડશે.
1-
ઉમેદવારે પોતાનો મોબાઇલ વોલેટ કે પાકીટ ખુલ્લામાં મૂકવું ના પડે તે માટે નાનો થેલો થેલી લઈ જાય જેમાં મોબાઇલ કે વોલેટ મૂકી શકે. થેલા પરીક્ષા કેન્દ્ર ના કેમ્પસમાં દરવાજા પાસે મુકવા દેવામાં આવશે કેન્દ્રના મકાનમાં લઈ જવા નહીં દેવામાં આવે.
2-
કોઈ કેન્દ્રમાં સાદી કાંડા ઘડિયાળ લઈ જવા દેવામાં ના આવે તો ઉમેદવાર કોલ લેટર માં લખેલી સૂચના બતાવી શકે છે.
3 –
ઉમેદવારોની બુટ ચપ્પલ કઢાવી ચેક કરવામાં આવશે તથા વર્ગખંડમાં બુટ ચપ્પલ લઈ જવા દેવામાં આવશે નહીં.
4 –
ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે.
પરીક્ષાર્થીઓના કોલલેટર સાથે વિડીયોગ્રાફી થશે
તલાટી કમ મંત્રીની પ્રિલીમ પરીક્ષા માટે તમામ સેન્ટરના વર્ગખંડ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં પ્રવેશતા જ પરીક્ષાર્થીઓના કોલલેટર સાથે વિડીયોગ્રાફી થશે. પરીક્ષાર્થીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર સજ્જ થયું છે. આ માટે એસટી દ્વારા પણ વિશેષ બસ દોડાવવામાં આવી રહી છે. તેમજ રેલવે દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.