G-20 દેશોમાં ભારતનો વૃદ્ધિ દર સૌથી વધુ રહેશે, ટેરિફની થશે ઓછી અસર

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2025: G-20 દેશોમાં ભારતનો વૃદ્ધિ દર કરવેરા પગલાં અને સતત નાણાકીય સરળતાના બળ પર, 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2025-26માં 6.5 ટકા રહેશે. તેમજ અમેરિકાની ટેરિફની બહુ મોટી અસર થશે નહી.
G-20 દેશોની તુલનામાં મૂડીઝ રેટિંગ્સ દ્વારા મંગળવારે પ્રકાશિત થયેલા ઉભરતા બજારો પરના અહેવાલમાં જણાવ્યું હતું કે, “અમેરિકન નીતિઓમાં અનિશ્ચિતતા મૂડીના બહાર જવાના જોખમમાં વધારો કરશે, પરંતુ ભારત અને બ્રાઝિલ જેવા મોટા ઉભરતા બજારો તેમની સ્થાનિક લક્ષી અર્થવ્યવસ્થાઓ, મોટા સ્થાનિક મૂડી બજારો, નીતિ વિશ્વસનીયતા અને પર્યાપ્ત વિદેશી વિનિમય અનામતને કારણે આવી સ્થિતિમાં વૈશ્વિક મૂડી આકર્ષવા અને જાળવી રાખવા માટે વધુ સારી સ્થિતિમાં છે.”
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃત્તિ ટોચના સ્તરથી થોડી ધીમી પડશે પરંતુ ચાલુ વર્ષે અને આગામી વર્ષે તે મજબૂત રહેશે. ચીનમાં, નિકાસ અને માળખાગત સુવિધાઓ અને પ્રાથમિકતા ધરાવતા ઉચ્ચ-ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ વૃદ્ધિના મુખ્ય ચાલક પરિબળો રહ્યા છે, જ્યારે સ્થાનિક વપરાશ નબળો રહે છે. ભાવ મોરચે, મૂડીઝે જણાવ્યું હતું કે ભારતમાં ફુગાવો 2025-26માં 4.9 ટકાથી ઘટીને 4.5 ટકા થઈ શકે છે.
આ પણ વાંચોઃ બે અઠવાડિયા પછી આવજો, રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમનો ઝટકો, પાસપોર્ટ આપવાનો ઇનકાર












