મોટી ખુશખબર: ભારતમાં અહીં 24 કલાકમાં ચોમાસું પહોંચી જશે, 16 વર્ષ બાદ બનશે અનોખો રેકોર્ડ

નવી દિલ્હી, 24 મે 2025: આગામી 24 કલાકમાં ચોમાસું કેરળમાં પહોંચવાનું છે, જે પોતાના સમય કરતા લગભગ એક અઠવાડીયું વહેલું છે. આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન પાછલા 16 વર્ષોમાં સૌથી જલદી છે. રાજ્યમાં ચોમાસાના આગામન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. લો પ્રેશરવાળા ક્ષેત્ર અને આગળ વધતી ચોમાસાની સિસ્ટમના કારણે છેલ્લા બે દિવસમાં કેરલના કેટલાય ભાગોમાં ભારે વરસાદ થયો છે. છેલ્લે આ ચોમાસું આટલી જલદી 2009 અને 2001માં આવ્યું હતું, જ્યારે તે 23 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું.
કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જોકે, 1918માં, રાજ્યમાં ચોમાસુ 11 મેના રોજ જ પહોંચ્યું હતું, જે આજ સુધી કેરળમાં ચોમાસાના સૌથી વહેલા આગમનનો એકમાત્ર કિસ્સો છે. બીજી તરફ, કેરળમાં ચોમાસાના મોડા આગમનનો રેકોર્ડ 1972 માં નોંધાયેલ છે, જ્યારે ચોમાસાનો વરસાદ 18 જૂને શરૂ થયું હતું. છેલ્લા 25 વર્ષમાં ચોમાસાનું સૌથી મોડું આગમન 2016 માં થયું હતું, જ્યારે ચોમાસું 9 જૂને કેરળમાં પ્રવેશ્યું હતું.
આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસુ આવી શકે છે.
“આગામી 2-3 દિવસમાં કેરળમાં ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે,” એમ IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ વર્ષે ચોમાસાના આગમનની આગાહી IMDની 27 મેની સમયમર્યાદામાં છે, જેમાં મોડેલ એરર માર્જિન ચાર દિવસનો છે. ગયા વર્ષે, ચોમાસુ 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ભારત માટે ચોમાસાનું સમયસર આગમન એક મહત્વપૂર્ણ પરિબળ છે, જ્યાં વાર્ષિક વરસાદનો લગભગ 70% જૂન-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન થાય છે.
પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણની સિસ્ટમ રચાઈ
કેરળ ઉપરાંત, IMD એ આગાહી કરી છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, લક્ષદ્વીપના કેટલાક ભાગો, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આ જ સમયગાળા દરમિયાન આગળ વધશે. આની સમાંતર, દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીની જાણ કરવામાં આવી છે. આ નીચા દબાણવાળી હવામાન પ્રણાલી આગામી 36 કલાકમાં ઉત્તર તરફ આગળ વધતાં વધુ મજબૂત બની શકે છે અને સ્થાનિક હવામાન પેટર્નને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ અને પવનમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો: ફિલ્મ બતાવવાના બહાને ફ્લેટમાં લઈ આવ્યા, ત્રણ મિત્રોએ મળીને MBBS છાત્રાની આબરુ લૂંટી લીધી












